વડોદરા સમાચાર
સાવલી તાલુકાના ભાદરવા ગામેથી આજરોજ 150 જેટલા માઈ ભક્તો જેમાં નાના બાળકો તેમજ મોટા વડીલો તેમજ માતા બહેનોએ પણ પગપાળા મોટા અંબાજી માતાજીના દર્શને અને નવા વર્ષ ના પહેલા દિવસે ફરી એકવાર 52 ગજની ધજા માઁ અંબાજીના મંદિર ઉપર ચડાવી માઁ અંબાજીને ગામ આખાને સુખ અને શાંતિ માટે કામના કરવાનું રવાના થયા હતા.
ગત વર્ષે પણ આજ રીતે ભાદરવા ગામના અંબાજી મંદિરેથી શોભાયાત્રા કાઢી અને મોટા અંબાજી પગપાળા દર્શને જવાની શરૂઆત કરી હતી અને તે પ્રમાણે આ વર્ષે પણ આજરોજ અહીંથી શરૂઆત કરી હતી. 6 દિવસ સુધી ના આ યાત્રા દરમ્યાન યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે 35 થી 40 જેટલા સ્વયંસેવકો પણ તેમની સાથે રાત દિવસ કાર્યરત થવા માટે આતુરતા અને કટિબધ્ધતા બતાવી સાથે નીકળ્યા હતા તથા 31 તરીકે અંબાજી પહોંચી નવા વર્ષના પ્રથમ દિવસે 52 ગજની ધજા અંબાજી મંદિરે ચડાવી ગામ આખાનો મનોરથ પૂર્ણ કરી પોતાને ધન્ય બનાવશે.
વધુમાં આ સંઘ માટે નામી અનામી તથા ગામ આખા તરફથી આ યાત્રા માટે સહયોગ આપનાર તથા ભાદરવા અંબાજી યુવક મંડળ તથા ભાદરવા ગામની ધર્મ પ્રેમી જનતાને વિજયસિંહે બિરાદાવી હતી અને સાથોસાથ સાથ માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.