- સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું
- પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના થાય છેઃ ઈનામદાર કેતન
વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે. પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું કહી શકાય નહીં. હાલ અધ્યક્ષને રુબરું રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી. જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં. કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતન ઈનામદારનો આરોપ છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું.
વિધાનસભા અધ્યક્ષે હજુ સુધી નથી સ્વીકાર્યુ રાજીનામું
ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે, જો કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ હજુ સુધી આ રાજીનામું સ્વીકાર્યું નથી.રાજીનામામાં કેતન ઇનામદારે લખ્યુ છે કે અંતર-આત્માને માન આપીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. એટલે કે સીધેસીધી રીતે પત્રમાં કોઇ આંતરિક વિખવાદ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.