પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પોલિસ વડા શિવાનંદ ઝાના હસ્તે વિજેતા ટીમને શીલ્ડ અર્પણ
સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીના યજમાન પદે, ગુજરાત રાજ્ય પોલિસ દ્વારા વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટની સિલ્વર જ્યુબિલી તથા ૧૨ મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી. પોલિસ મહાનિદેશક શિવાનંદ ઝા, પોલિસવડા એ.કે. સીંગ, સંજયશ્રી વાસ્તવ – અધિક પોલિસ મહાનિદેશક કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગર, કૈ.કે. ઓઝા – અધિક પોલિસ મહાનિદેશક, ગાંધીનગર પોલિસ મહાનિદેશક, વિકાસ સહાય ગાંધીનગર, સમશેરસિંગ – અધિક પોલિસ મહાનિદેશક હથિયાર એકમો, ગાંધીનગર. અધિક પોલિસ મહાનિદેશક તપાસ કે.એલ.એન રાવ ગાંધીનગર, પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત – વડોદરા શહેર, ખુરશીદ અહેમદ – જોઇન્ટપોલિસ કમિશ્નર હેડ ક્વાર્ટર અમદાવાદ શહેર. પિયુષ પટેલ – પોલિસ મહા નિરીક્ષક હથિયારી એકમો, અમિત વિશ્વકર્મા – જોઇન્ટ પોલિસ કમિશ્નર સેક્ટર નં ૧ અમદાવાદ શહેર.
પોલિસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ અભયસિંહ ચુડાસમા, જોઇન્ટ પોલિસ કમિશ્રર વહિવટ, અમદાવાદ શહેર – વિપુલ અગ્રવાલ, જોઇન્ટ પોલિસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ મયંકસિંહ ચાવડા, જોઇન્ટ પોલિસ કમિશ્રર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર જે આર. મોથલિયા, જોઇન્ટ પોલિસ કમિશ્નર સેક્ટર નં.૨ અમદાવાદ શહેર એેમ.એસ. ભરાડા, પોલિસ અધિક્ષક વેસ્ટર્ન રેલ્વે, વડોદરા – રાજ પારઘી, ડી.સી.પી.ઝોન.૧ અમદાવાદ શહેર પ્રવિણ માલ. પોલિસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય રાજેન્દ્ર અસારી અને પોલિસ અધિક્ષક, ભરુચ – રાજેન્દ્રસિંહ ચુડાસમા વગેરે મોટી સંખ્યામાં પોલિસના વડાઓ તથા પોલિસ દળ ઉપસ્થિત રહ્યુ હતું.
આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની પોલિસ દળની ૧૬ ટીમોએ ભાગ લીધેલો, જેમાંથી ૫૦ ઓવરની ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જ પોલિસ દળ ટીમ ચેમ્પીયન અને એસ.આર.પી ગ્રુપ રનર્સ અપ તથા ૨૦ ઓવરની ટુર્નામેન્ટમાં વડોદરા પોલિસ રેન્જ ચેમ્પીયન તથા વેસ્ટર્ન રેલ્વે ક્રિકેટ ટીમ રનર્સ અપ થતા, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પોલિસ વડા શિવાનંદ ઝા તથા પોલિસવડા એ.કે. સીંગના હસ્તે શીલ્ડ તથા વ્યકિતગત પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.
અંતમાં પોલિસ વડા શિવાનંદ ઝા ગુરુકુલનું સંસ્કાર યુક્ત વાતાવરણ, વિશાલ – નેશનલ કક્ષાનું ટર્ફ ગ્રીનરી ક્રિકેટ ગ્રાઉન્ડ નિહાળી ખૂબજ પ્રભાવિત થયા હતા અને એસજીવીપી ગુરુકુલમાં આ ટુર્નામેન્ટ ગોઠવવા બદલ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંસ્થાનો આભાર માન્યો હતો. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ વિજેતા ટીમને તથા તમામ પોલિસદળને શુભાશીર્વાદ આપ્યા હતા.