બે દિવસ અગાઉ વડોદરા શહેરના પોલીસ કમિશ્નર શમશેરસિંઘની ફેક ફેસબુક આઈડી કોઈ ગઠિયા દ્વારા બનાવવામાં આવી હતી. જો કે ફેક ફેસબુક આઈડી બનાવનાર આરોપીની સાઈબર ક્રાઈમે દિલ્હી ખાતેથી ધરપકડ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના માધ્યમથી મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને દબોચી લીધો હતો. આરોપીની પોલીસે તપાસ કરતા તેના મોબાઇલ ફોનમાંથી શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘનો ફોટો મળી આવ્યો હતો. અને પૂરતી ખાતરી કરતાં પોલીસે તેની ધરપકડ કરી વડોદરા લાવવા તજવીજ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.