મહિલાઓ પાસે દુધથી પગ ધોવડાવવા અને મહિલાઓ સાથે રાસ રમવાના રંગીન મિજાજી ગુરૂજી મુંબઇ ભાગે તે પહેલાં રૂ.૨૧.૮૦ લાખની ઠગાઇના ગુનામાં દબોચી લેવાયા
સાધુના સ્વાંગમાં શૈતાન સમાન રંગીન મિજાજી ગુરૂજી ઉર્ફે મહેશચંદ્ર ઉપાધ્યાયની રૂા.૨૧.૮૦ લાખની ઠગાઇના ગુનામાં પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરતા સનસનાટી મચી ગઇ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના માર્ગ દર્શન હેઠળ ઠગ સાધુની ચીખલી ગામ પાસેની માલવાડા ગામની હોટલમાંથી પોલીસે ધરપકડ કરી ત્યારે રંગીન મિજાજી ગુરૂજીને જોવા માટે ટોળે ટોળા એકઠાં થયા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના એક વેપારીને હોમ હવન કરવાના બહાને રૂા.૨૧.૮૦ લાખની છેતરપિંડી કર્યાની વડોદરાના બગલામુખી મંદિરમાં સેવા પૂજા કરતા ગુરૂજી ઉર્ફે મહેશચંદ્ર ઉપાધ્યાય સામે રૂા.૨૧.૮૦ લાખની છેતરપિંડીનો ગુનો નોંધાતા તે ફરાર થઇ ગયો હતો.
લાંબા સમયથી પોલીસે ગુરૂજી ઉર્ફે મહેશચંદ્ર ઉપાયધ્યાની શોધખોળ હાથધરી હતી દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતને મળેલી ચોકકસ બાતમીના આધારે ચીખલી પાસે આવેલા માલવાડા ગામ નજીકની એક હોટલમાંથી રૂા.૨૧.૮૦ લાખની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી છે.
મહિલાઓ પાસે પોતાનો પગ દુધથી ધોવડાવી પોતાની જાતને વિષ્ણુનો અવતાર ગણાવી મહિલાઓ સાથે રાસ રમવાના શોખીન ગુરૂજી ઉર્ફે મહેશચંદ્ર ઉપાધ્યાય સામે રૂા.૨૧.૮૦ લાખની છેતરપિંડીનો ગુનો નોંધાતા તે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ભાગી જવાનો પ્લાન બનાવી રહ્યો હતો ત્યારે પોલીસે તેને હોટલ ખાતેથી ઝડપી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથધરી છે. ગુરૂજી ઉર્ફે મહેશચંદ્ર ઉપાધ્યાય સામે રૂા.૨૧.૮૦ લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો ત્યારે તે લાલ કલરની સ્કોડા કારમાં ભાગી ગયો હતો અને પોતાના અનુયાયીઓની મદદથી પોલીસ પર વોચ ગોઠવી પોલીસની હીલચાલ પર નજર રાખી પોતે પોતાની જાતને બચાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જે બાબતે પી.આઈ. એસ.એસ. આનંદને જાણ થતા સમગ્ર બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત સાથે જરૂરી ચર્ચા કર્યા બાદ ડીસીપી અચલ ત્યાગીના માર્ગ દર્શન હેઠળ ગુરૂજી ઉર્ફે મહેશચંદ્ર ઉપાધ્યાયને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવ્યો છે. ગુરૂજી ઉર્ફે મહેશચંદ્ર ઉપાધ્યાય રૂા.૨૧.૮૦ લાખની ઠગાઇ ઉપરાંત વધુ છેતરપિંડીના ગુનામાં સંડોવણી હોવાની શંકા સાથે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગુરૂજી ઉર્ફે મહેશચંદ્ર ઉપાધ્યાય વાક ચાર્તુયથી અનેક શ્રધ્ધાળુઓને હોમ હવનના બહાને વિશ્ર્વાસ કેળવી છેતરપિંડી કરતો હોવાથી તેની છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેઓએ પોલીસનો સંપર્ક કરવા પોલીસસુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.