- વડોદરામાં કાળજું કંપાવતી ઘટના સામે આવી
- ગટર બ્લોક થતા પાલિકાને સ્થાનિક લોકોએ કરી ફરિયાદ
- ગટરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
- ફાયરબ્રિગેડે શિશુના મૃતદેહને પોલીસને સોંપ્યો
- ક્યાં વિસ્તારમાંથી મૃતદેહ તણાઈ આવ્યો તે તપાસનો વિષય
- નવજાત શિશુને જીવિત ત્યજી દીધી કે મૃ*ત
વડોદરામાં કાળજું કંપાવી નાખતી ઘટના સામે આવી છે. ગટરમાંથી નવજાત શિશુનો મૃ*તદેહ મળી આવ્યો છે. ગટર બ્લોક થતા પાલિકાને સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી. આથી પાલિકાની ટીમ આવી ગટર ખોલતા જ નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયરબ્રિગેડે શિશુના મૃ*તદેહને પોલીસને સોંપ્યો છે. ક્યાં વિસ્તારમાંથી મૃતદેહ તણાઈ આવ્યો તે તપાસનો વિષય છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવજાત શિશુને જીવિત ત્યજી દીધી કે મૃ*ત
ગટરમાંથી મળી આવેલા નવજાત શિશુના મૃ*તદેહને લઈને લોકોમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે. લોકોમાં ચર્ચા છે કે, નવજાત શિશુને જન્મ આપનાર માતાએ શિશુને જીવિત છોડી દીધું હશે કે મૃ*ત હાલતમાં છોડી દીધું હશે. જો કે, આ ઘટનાને લઈને મૃ*ત શિશુની માતા પર ફિટકાર વરસી રહી છે.