વડોદરામાં કોરોનાગ્રસ્તોનો આંક ૭૭ થયો
શહેરનાં કોરોનાગ્રસ્ત નાગરવાડા વિસ્તારમાં આજે વધુ ૧૮ કેસ બહાર આવ્યા હતા વિસ્તારને હોટસ્પોટ જાહેર કરી વધુમાં વધુ તકેદારીના પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરામાં કોરોનાના કુલ કેસ ૭૭ થયા છે. શહેરમાં ૭૭ કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી નાગરવાડામાં જ દર્દીઓનો આંક ૬૭ થયો છે.
કોરોનાના કેસ વધતા શહેરને અલગ અલગ ચાર ઝોનમાં વહેચવામાં આવ્યું છે. જેમાં અગાઉ કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ નાગરવાડા, નાંદળજાનો અમુક વિસ્તાર રેડ ઝોન જાહેર કરાયો છે. આજે અલગ અલગ ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોન જાહેર કરાયા છે.
ઓરેન્જ ઝોન:
આ ઝોનમાં વધુમાં વધુ તકેદારી રાખવાની રહેશે. આ ઝોનમા શહેરના બાવનચાલ, મોગલ વાડા, યાકુતપરા, બહારકોલોની, દુધવાળો મહોલ્લો, નવાપૂરા અમુક વિસ્તાર મેમણ કોલોની , નાંદળજા ગામ, વિસ્તારો સમાવેશ કરાયો છે.
યલો ઝોન:
આ ઝોનમાં વધુ તકેદારી રાખવાની રહેશે આ ઝોનમાં ફતેપૂરા, કિશનવાડા, એકતાનગર, રામદેવનગર, સોમાતળાવ, આદર્શનગર, તરસાળી, અનુપમનગર, ધાધરેતવા, કુંભરવડા (લલબાગ) નવા યાર્ડ (ડી.કેબીન)નો સમાવેશ થાય છે.
જયારે શહેરના અન્ય વિસ્તારો ગ્રીન ઝોન જાહેર કરાયા છે. આ ઝોનમાં તકેદારી રાખવાની રહેશે.
રેડઝોનમાં ૪૦ ટકા ઓરેન્જ ઝોનમાં ૨૦ ટકા નમુના લેવાયા છે. યલોઝોન માં ગ્રીન ઝોનમાં પણ નમુના લેવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.
લોકોને જેતે ઝોન પ્રમાણે અલગ અલગ સુચનઓ અપો લોકોએ આ સુચનાઓનું કડકાઈથી પાલન કરવાનું રહેશે તેમ કલેકટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતુ.
વડોદરા માટે ખાસ અધિકારી રાવ મૂકાયા
વડોદરામાં પ્રસરી રહેલા કોરોના વાયરસને ડામવા માટે સરકારે ખાસ તકેદારી રાખી છે. અને કોરોના નિયંત્રણના અસરકારક પગલા લેવા તથા તંત્ર વચ્ચેના સંકલન માટે ખાસ અધિકારી તરીકે ગાંધીનગરથી વિનોદ રાવની નિમણુંક કરવામાં આવી છે.