વડોદરા એલસીબીની ટીમે ડભોઇ પોલીસ મથક હેઠળના ગોપાલપુરા બસ સ્ટેન્ડ પાસેથી બાઇક ઉઠાવતા બે કિશોરને પકડી પાડી બે બાઇક કબ્જે કર્યા હતા. વડોદરા એલસીબીના પી. આઇ. ડી.બી. વાળા તથા પીએસઆઇ એમ.એ.મ રાઠોડની આગેવાની હેઠળની ટીમ ડભોઇ પોલીસ મથક હેઠળના ગોપાલપુરા બસ સ્ટેન્ડ નજીક વાહનો ચેક કરતી હતી.
આ વખતે બે મોટર સાયકલ છોટાઉદેપુર તરફ જતા શંકાસ્પદ જણાતા ઉભા રાખવતા બન્ને ચાલકો કિશોર જણાતા હતા. બન્નેની પુછપરછ કરતાં તેમની પાસે વાહનોના કોઇ કાગળો ન હતા કે વાહન ચાલુ કરવા માટેની કોઇ ચાવી પણ ન હતી જેથી આ બન્ને ચોરાઉ જણાતા વધુ પુછપરછ કરતા. એક બાઇક ભરૂચ હાઇવે ઝઘાડીયા નજીક મુદલ ચોકડી પાસેથી તથા બીજું બાઇક સુરત કીમ ચોકડી પાસેથી ઉઠાવ્યાનું કબુલ્યું હતું. પોલીસે બન્ને બાઇક, મોબાઇલ મળી રૂ. ૬૩ હજારનો મુદામાલ કબ્જે કરી બન્ને કિશોર સામે ડભોઇ પોલીસ મથકમાં ફરીયાદ નોંધી આગળની તપાસ એલસીબીએ હાથ ધરી છે.