- દારૂનો દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર પથ્થરમારો
- જવાબી કાર્યવાહીમાં SMCએ બે રાઉન્ડ ફાયરિંગ કરી 3 શખ્સોને ઝડપી લીધા
- રૂ. 22.69 લાખની કિંમતની 10,141 શરાબની બોટલ કબ્જે
થર્ટી ફર્સ્ટ પૂર્વે બુટલેગરો દારૂની રેલમછેલ સર્જવા રઘવાયા થયાં છે જયારે બીજી બાજુ પોલીસ બદ ઈરાદાને નાકામ કરવા મેદાને છે ત્યારે વડોદરામાં દારૂનું કટીંગ થતી વેળાએ જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દરજીપુરા ખાતે ત્રાટકી હતી. ત્યારે એસએમસીની ટીમને જોઈ ડઘાઈ ગયેલા બુટલેગર આણી ટોળકીએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના જવાબમાં એસએમસીએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. એસએમસીએ બુટલેગરોનાં ક્ધટેનર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી ફિલ્મી ઢબે રૂ. 22.69 લાખના દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
વડોદરા શહેરના દરજીપુરા ગામમાં રેડ કરવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. તેમજ દારૂનું કટીંગ ચાલતુ હતું. ત્યારે તે જ સમયે SMCની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન બુટલેગરો અને તેમના મળતીયાઓ દ્વારા હુ-મલો કરવામાં આવ્યો હતો. તેમજ બેફામ પથ્થરમારો કરતા પોલીસ ટીમના કેટલાક સભ્યોને સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે આ સમગ્ર મામલે PSIએ પોતાના બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમજ હાલ સમગ્ર મામલે રૂ. 22.69 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. અને આ હુ-મલામાં સામેલ અન્ય લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
અનુસાર માહિતી મુજબ, વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા ગામમાં દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ ટીમ ઉપર હુ-મલો થયો હોવાની ઘટના મોડી રાત્રે બની છે. SMCની ટીમ રેડ કરવા ગઈ તો ગામ લોકો જ તૂટી પડ્યા હતા. તેમજ આ હુમલામાં SMCની ટીમના કેટલાક સભ્યોને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે. જ્યારે આ ઘટનામાં SMCના PSI એ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર મામલો પોલીસ ખાતે પહોંચ્યો હતો. જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દરજીપુરા ગામમાં રેડ કરવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર હુ-મલો થયો હતો. દારૂનું કટીંગ ચાલતું હતું તે સમયે દરોડો પાડતા જ બુટલેગરો અને તેમના મળતીયાઓ દ્વારા SMCની ટીમ પર હુ-મલો કરાયો હતો. ત્યારે બેફામ પથ્થર મારો કરતા SMCની ટીમના કેટલાક સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલે SMCએ 22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 ઈસમોની ધરપકડ કરી હતી અને આ દરમિયાન રૂપિયા 22.69 લાખની કિંમતની 10,141 શરાબની બોટલ કબ્જે કરી હતી. તેમજ આ હુ-મલામાં સામેલ અન્ય લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
લિસ્ટેડ બુટલેગર ઝુબેર શફીક મેમણ સહિત આઠ શખ્સોની શોધખોળ
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડતા સ્થળ પરથી ફિરોઝ દીવાન, અલ્તાફ હુશેન દીવાન અને રતનસિંઘ સોઢાની ધરપકડ કરવામાં આવી હતી. જયારે દારૂનો જથ્થો મંગાવનાર લિસ્ટેડ બુટલેગર ઝુબેર શફીક મેમણ, ઈંનોવા કારનો ચાલક, જાડિયો નામનો શખ્સ તેમજ પાંચ કામદારોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.