રાજકોટ તા. ૮ ઓગસ્ટ – ગુજરાત રાજ્યના પેન્શનરો માટે તા.૨૩/૮/૨૦૧૯ના રોજ એ.વી. પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, હેમુ ગઢવી હોલ સામે, ટાગોર રોડ રાજકોટ ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ઝોનમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાના પેન્શનરો આ પેન્શન અદાીતમાં ભાગ લઇ શકશે.
આ પેન્શન અદાલતમાં તા. ૧/૧/૨૦૧૬ પહેલા કે પછી નિવૃત્ત થયેલા હોય અને તેમને સાતમા પગાર પંચ મુજબ પેન્શન થયેલ ન હોય, તા. ૧/૧/૨૦૧૬ પહેલા કે પછીના કામચલાઉ પેન્શન મેળવતા કર્મચારીઓનું કામચલાઉ પેન્શન સાતમા પગાર પંચ મુજબ રિવાઇઝ થયેલ ન હોય, નિવૃત્તિ/અવસાનને ૬ માસ જેટલો સમય થઈ ગયેલ હોય અને નિયમિત પેન્શન/કામચલાઉ પેન્શન/કુટુંબ પેન્શન મંજુર થયેલ ન હોય, ૫૦% પેન્શન અને ૩૦% કુટુંબ પેન્શન નિવૃત્તિ સમયેની કચેરી દ્વારા મંજુર થયેલ હોય અને જિલ્લા કચેરી પેન્શન ચુકવણા કચેરી દ્વારા ચુકવણું કરેલ ન હોય તેવા પ્રશ્નો પરની રજૂઆત પેન્શનરશ્રીઓએ નિયંત્રણ શાખા અને તિજોરી નિયામકશ્રીની કચેરી, બ્લોક નંબર ૧૭, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને તા. ૧૩/૮/૨૦૧૯ સુધીમાં મોકલી શકશે.