છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં મન મુકીને વરસતા મેધરાજાની અવિરત બેટિંગ આગળ પણ ચાલું જ રહેવાની છે તેવી હવામાન ખાતાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 લાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.
તેવામાં વડોદરામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી પગલે જિલ્લા કલેકટરે એલર્ટના આદેશ આપ્યા છે અને વહીવટી તંત્રનાં તમામ વિભાગોને એલર્ટ રહેવા સુચના આપી છે. તેમજ વરસાદમાં જરૂરી તકેદારી રાખવા નાગરિકોને અપિલ કરી છે અને નિચાણવાળા વિસ્તારોથી દુર રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા નાગરિકોને અપિલ કરી છે