વડોદરાના સાવલી તાલુકામા આવેલ લામળાપુરા પુરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમા 20થી 22 જેટલી નાની મોટી કંપનીઓ આવેલ છે ત્યાંના ઉદ્યોગપતીઓને પોતાના ઉદ્યોગો ચલાવવા માટે હાલાકી પડી રહી હોવાનું જણાવામાં આવ્યું છે. પ્રોડક્શન પૂરું કરવા માટે વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ આક્ષેપો કર્યા છે. મોડી રાત્રે વિજપુરવઠો ખોરવાઈ જતા કંપની સંચાલકો એકઠા થઇ રજૂઆત કરવા માટે ગુજરાત ઇલેક્ટરીસીટીની ઑફિસે પહોંચ્યા હતા. તેમજ પોતાની માંગ અને નિયમિતપણે વીજપુરવઠો મળે તે માટે રજૂઆત કરી હતી.
આ અંગે વધુ મળતી માહિતી મુજબ ગુજરાત ઇલેકટ્રીસીટી બોર્ડ તથા જીટકો દ્વારા ગુજરાત ભરમાં વીજળી આપવા અને ઇલેક્ટ્રિસીટીને લગતું સમારાકામ પૂરું પાડવામાં આવે છે ત્યારે સાવલી તાલુકામા આવેલ મંજુસર ફીડર આ કામ સમય રહેતા પૂરું કરી આપવામાં ફરી એકવાર નિષ્ફડ ગયું હોવાના આક્ષેપોનો બનાવ સામે આવ્યો છે.
જેમાં લામળાપુરા પુરા વિસ્તારમાં આવેલ શાહ ઇન્ડસ્ટ્રીયલ પર્કમાં 20થી 22 જેટલી નાની મોટી કંપનીઓ આવેલ છે ત્યાંના ઉદ્યોગપાતીઓ પોતાના ઉદ્યોગો ચલાવવા માટે વલખા મારી રહ્યા હોઈ તેવું સામે આવ્યું હતું. ત્યારે પોતાનું પ્રોડક્શન પૂરું કરવા માટે મંજુસર GEB ના કોઈ પણ અધિકારી કે કોઈપણ કર્મચારી દ્વારા તેમનો તાત્કાલિક પણે કોઈપણ જાતનો નિવેડો લાવવામાં મદદ કરવામાં આવતી ન હોવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતો. તેમજ વારંવાર વિજપુરવઠો ખોરવાય જતા અઠવાડિયામાં બે ત્રણ દિવસજ વિજપુરવઠો મળવો હોવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે મોડી રાત્રે ફરી વિજપુરવઠો ખોરવાઈ જતા કંપની સંચાલકોએ નિરાશા વ્યક્ત કરી હતી.
તેમજ GEBના કોઈ પણ અધિકારીઓ અથવા કર્મચારી દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા સવારે એકઠા થઇ તેઓએ પોતાની રજૂઆત કરવા માટે ગુજરાત ઇલેક્ટ્રિસીટીની ઑફિસે પહોંચી પોતાની માંગ સાથે નિયમિતપણે વીજપુરવઠો મળે તે માટે રજૂઆત કરી હતી. તેમજ વધુમાં કંપની માલિક મેહુલ આચાર્યે ઉમેર્યું હતું કે ઘણા સમયથી આવું ચાલતું આવ્યું છે પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી કે આ વિષયનો કોઈ નિકાલ થતો નથી જેથી અમારે પ્રોડક્શન વગર અમારા 700 જેટલા વર્કરોને તેમની રોજગારી કઈ રીતે ચૂકવવી તે પણ હવે ચર્ચાનો વિષય બની ચુક્યો છે.
ત્યારે તેમની રજુઆતોને ધ્યાનમાં રાખી GEB ઑફિસેથી તત્કાલ વિજપુરવઠો શરુ કરી 15 દિવસમાં જ તેનું નિરાકરણ લાવવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી.
બળદેવસિંહ સોલંકી