૨૦ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ મંજૂરી મળેલ રૂ.૪૨૧ કરોડના આ પ્રોજેકટનું આજ રોજ થશે લોકાર્પણ..ભારતની પહેલી અને વિશ્વની ત્રીજી રેલવે યુનિવર્સિટીનું આજે વડોદરા ખાતે કેન્દ્રીય રેલવે પ્રધાનપીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે સાંજે ૪ વાગે લોકાર્પણ કરવામાં આવશે.
રેલવેયુનિવર્સિટીની પહેલી બેચમાં ૨૦ રાજ્યમાંથી આવેલા ૧૦૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે,જેમાં ૮૬ વિદ્યાર્થીઓ અને૧૭ વિધ્યાર્થીનીઓ છે.
બીએસસીઈન ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી અને બીબીએ પ્રોગ્રામ ઈન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટજેવા બે અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ હાલમાં યુનિવર્સિટીમાં રખાયા છે. ૨૦૧૯-૨૦માંમાસ્ટર પ્રોગ્રામ પણ શરૂ કરાશે.