વડોદરા પાસે નેશનલ હાઇવે નં-48 પર વરણામા ગામ પાસે ઉભેલા ટ્રકથી પાછળ કાર ઘૂસી જતા બે મિત્રોના મોત નીપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે દોડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ચાણસદના મુકેશભાઇ બેચરભાઇ પઢીયાર અને પિનાકીન બચુભાઇ પટેલ(34) રાત્રે અઢી વાગ્યાની આસપાસ ઘરેથી પોર તરફ જવા માટે નીકળ્યા હતા. આ સમયે વહેલી પરોઢે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેઓ જ્યારે વરણામા પાસે પહોંચ્યા તે સમયે રોડ પર ઉભેલા ટ્રકની પાછળ તેમની કાર ઘૂસી ગઇ હતી.
જેમાં મુકેશભાઇ પઢીયારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે કારમાં તેમનો મૃતદેહ ફસાઇ જતા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.