વડોદરા : નવરાત્રિ દરમિયાન વડોદરામાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે અવાવરુ જગ્યા પર પોતાના મિત્રને મળવા ગયેલી સગીરાને 5 નરાધમોએ પીંખી નાખી હતી. ત્યારબાદ તંત્ર એક્સન મોડમાં આવી ગયું હતું. તેમજ ભાયલી ગેંગરેપ કેસમાં ઝડપાયેલા 5 નરાધમોના કબજે કરવામાં આવેલા 5 મોબાઇલમાં અનેક અશ્લિલ વીડિયો મળ્યા હતાં. ત્યારબાદ આ વીડિયો જોઇને જ ગેંગરેપ વખતે વિકૃતિની તમામ હદો વટાવી હોવાનું પોલીસ માની રહી છે.
ગેંગરેપના 5 આરોપીઓ મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, શાહરૃખ કિસ્મતઅલી બનજારા, સૈફઅલી મહેંદી હશન બનજારા અને અજમલ સત્તાર બનજારાની જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. ત્યારબાદ પોલીસે તેમના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત પાંચેયના મોબાઇલ પણ પોલીસે કબજે કર્યા હતાં. તેમજ પોલીસે પાંચેયના મોબાઇલનો અભ્યાસ કરતાં બહોળી સંખ્યામાં અશ્લિલ વીડિયો તેમજ સાહિત્ય મળ્યું હતું. પાંચેય નરાધમો ખૂબ વિકૃત હોવાનું પોલીસને પ્રથમ દ્રષ્ટિએ જ જણાયું હતું. આ ઉપરાંત કેટલાંક વીડિયો પાંચેય નરાધમોએ પોતાના મોબાઇલમાંથી ડીલિટ કરી દીધા હોવાનું જણાતા પાંચેય આરોપી મોબાઇલને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવશે. પોલીસે ઝડપી પાડેલા પાંચેય નરાધમો મૂળ ઉત્તર પ્રદેશના છે, પરંતુ લાંબા સમયથી તેઓ કામ ધંધા માટે વડોદરા આવીને સ્થાયી થયા છે. તેમજ ગુનાઇત પ્રવૃત્તિ કરવા માટે ટેવાયેલા હોવાની આશંકા સાથે જિલ્લા પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસને પણ તેમના મૂળ વતનના નામ-સરનામા સાથે એક પત્ર લખ્યો છે અને તેમના કોઇ ગુના હોય તો વિગતો માંગી છે.
મહત્વની કડીઓ ડિલીટ કરવામાં આવી હોવાની આશંકાએ ફોનની એફએસએલ તપાસ
સંસ્કારી નગરીમાં બનેલી ગેંગ રેપની ઘટનાએ ભારે ચકચાર જગાવી મુકી હતી. આ ઘટનાના આરોપીઓના એસઆઇટી દ્વારા બે વખત રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેની આજે મુદત પૂર્ણ થાય છે. આ દરમિયાન 3 નરાધમો તથા તેમના 2 મિત્રોના ફોનની તપાસ કરવામાં આવતા તેમાંથી પોર્ન વીડિયો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. જે તેમની માનસિકતા સમજવા માટે પુરતા છે. આ મોબાઇલમાંથી કેટલીક મહત્વની કડીઓ ડિલીટ કરવામાં આવી હોવાની આશંકાએ પોલીસ દ્વારા ફોનને એફએસએલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.
આરોપીઓને મળવા કોઇ કુટુંબીજન ના આવ્યું
સુત્રોએ ઉમેર્યું હતું કે, ગેંગ રેપ કેસના ડિજીટલ પુરાવાઓ એકત્ર કરવા માટે પોલીસે ભારે મહેનત કરી છે. તેમજ અંદાજીત 100 જીબી ફૂટેજીસ ચકાસ્યા બાદ 8 પેનડ્રાઇવ ભરી શકાય તેટલા 25 જેટલા મહત્વના ફૂટેજીસ એકત્ર કરવામાં આવ્યા છે. ત્યારે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તમામને કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ ઉપરાંત આરોપીઓ એક સપ્તાહથી પોલીસની કસ્ટડીમાં છે, અને તેમને હજી સુધી કોઇ મળવા આવ્યું નથી. જે આરોપીઓ પ્રત્યે કુટુંબીજનોનું વલણ સમજવા માટે પુરતું છે.