- રમતવીરોને ખેલ, સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી ‘સાંસદ ખેલ સ્પર્ધા-2024’ નું આયોજન કરાયું
- બહોળી સંખ્યામાં ઉદ્ઘાટન સમારોહમાં બાળ અને યુવા રમતવીરો ઉપસ્થિતિ રહ્યા
- ખેલ સ્પર્ધા 12 જાન્યુઆરી સુધી ચાલશે
Vadodara : રમતવીરોને ખેલ, સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી ‘સાંસદ ખેલ સ્પર્ધા-2024’ નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ ખેલ સ્પર્ધા 12 જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે બહોળી સંખ્યામાં ઉદ્ઘાટન સમારોહમાં બાળ અને યુવા રમતવીરો ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પહેલા એવું હતું કે બાળકોને માટે રમતગમત કરતા અભ્યાસને વધું મહત્વ આપવામાં આવતું હતું. પરંતુ હવે રમતગમતને વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવી રહ્યો છે. તેમજ રમત ગમતથી માનસિક અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે.
વડોદરાના સાંસદએ કહ્યું હતું કે વડોદરાના 15 હજાર જેટલા સ્પર્ધકો વિવિધ તબક્કે ભાગ લઈ રહ્યા છે. જેમાં ખો-ખો, કબ્બડી, જુડો, યોગાસન, ટેબલ ટેનિસ, ચેસ, કરાટે, મલખમ, વોલિબોલ, એથ્લેટિક, ફુટબોલનો સમાવેશ થાય છે. તેમજ સ્પર્ધાઓથી યુવાનોમાં રમતગમતમાં રૂચિ વધશે.
તેમણે જણાવ્યું કે, રમતગમતથી શરીરમાં તંદુરસ્તી વધવાની સાથે મન અને બુધ્ધીની ક્ષમતામાં પણ વધારો થાય છે. આ ઉપરાંત પહેલા એવું હતું કે બાળકોને માટે રમતગમત કરતા અભ્યાસને વધું મહત્વ આપવામાં આવતું હતું. પરંતુ હવે રમતગમતને વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવી રહ્યો છે. તેમજ રાજય અને દેશમાં રમતગમર લક્ષી ભૌતિક સુવિધાઓ વધતા ખેલાડીઓ દુનિયામાં દેશનું નામ રોશન કરી રહ્યા છે.
આ દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે, “ખેલ મહાકુંભમાં વડોદરાના રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી લોકસભા સાંસદ દ્વારા ખૂબસુંદર આયોજન કરવામાં આવ્યું છે”. તેમણે તમામ રમતવીરોને શુભકામનાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા. તેમજ સાંસદ ડૉ. હેમાંગ જોષી જણાવ્યું હતું કે, વડોદરાના 15 હજાર જેટલા સ્પર્ધકો વિવિઘ તબ્બકે ભાગ લઈ રહ્યા છે.
જેમાં ખો-ખો,કબ્બડી,જુડો,યોગાસન,ટેબલ ટેનિસ,ચસ કરાટે, મલખમ, વોલિબોલ, એથ્લેટિક, ફુટબોલનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓથી યુવાનોને રમતગમતમાં રુચિ વધવાની સાથે દેશને સારા ખેલાડીઓ મળે તેવી અપેક્ષા પણ છે.