• વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી 
  • એરપોર્ટ ઓથોરિટીને મેઈલ મળતા તંત્ર થયું દોડતું
  • પોલીસ અને CISFની ટીમે ચકાસણી શરુ કરી

ગુજરાત ન્યૂઝ :  વડોદરાથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. વડોદરા એરપોર્ટ (Vadodara Airport ) ઓથોરિટીને ધમકીભર્યો ઇમેઇલ મળતાં ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટ ઓથોરિટીને બોમ્બથી એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી છે. ઘટનાના પગલે વડોદરા પોલીસ અને CISFની ટીમે ચકાસણી શરુ કરી છે.

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. સુત્રોના જણાવ્યા મુજબ વડોદરા એરપોર્ટ ઓથોરિટીને આવો ધમકી ભર્યો મેઇલ મળ્યો છે જેથી વડોદરા એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતાં તાબડતોબ પોલીસની ટીમો એરપોર્ટ પર પહોંચી છે અને ડોગસ્કવોર્ડ અને બોમ્બ સ્ક્વોર્ડની મદદથી સમગ્ર એરપોર્ટ સંકુલની ચકાસણી શરુ કરી છે. પોલીસની સાથે CISFની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. વડોદરા એરપોર્ટને મળેલા ધમકી ભર્યા ઇ-મેઇલમાં, વડોદરા એરપોર્ટ પર બોમ્બ છે, તમે બધા મરી જવાના છો.. તેવો અંગ્રેજીમાં ઇ-મેઇલ મોકલવામાં આવ્યો છે.

સાયબર ક્રાઇમની તપાસ

હાલ સમગ્ર એરપોર્ટ સંકુલમાં ઉંડી ચકાસણી થઇ રહી છે. આ પ્રકારનો ધમકીભર્યો ઇમેઇલ કોણે મોકલ્યો છે તેની માહિતી હજું મળી નથી. ઉલ્લેખનિય છે કે અગાઉ દિલ્હી અને અમદાવાદમાં શાળાઓ અને મ્યુઝિયમને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી આપનારા તત્વો અંગે પણ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરુ કરાઇ છે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.