Vadodara: ઉત્તરાયણ પર્વને હજી એક માસ જેટલો સમય બાકી છે. ત્યારે હવે પતંગના દોરા વડે જીવલેણ અકસ્માતની ઘટનાઓ સપાટી પર આવવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે ગતસાંજે વડોદરામાં ફૂડ ડિલીવરી એપમાં કામ કરતા યુવકનું ગળું પતંગના દોરાથી ચિરાઇ જતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. આ સાથે જ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મૃ*ત્યું થયું હતું. તેમજ સુત્રોના જણાવ્યા અનુસાર, પતંગની દોરી ચાઇનીઝ હતી કે નહીં, તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
પિઝાની ડિલીવરી લઇને ગ્રાહકના ઘરે આપવા નિકળ્યો હતો
સંસ્કારી નગરીમાં તહેવારોની ઉજવણી અલગ અંદાજથી રંગે-ચંગે કરવામાં આવે છે. તેમજ ઉત્તરાયણ પર્વને હજી એક મહિનો બાકી છે. ત્યારે શહેરના આકાશમાં પતંગો ચગતી જોવા મળી રહી છે. આ દરમિયાન બીજી તરફ પતંગના દોરોના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તેમજ યુવક ફૂડ ડિલીવરી એપની કંપનીમાં કામ કરતો હતો. ત્યારે ગતસાંજે તે પિઝાની ડિલીવરી લઇને ગ્રાહકના ઘરે આપવા નિકળ્યો હતો. આ દરમિયાન સોમા તળાવ પાસે પતંગનો દોરો તેના ગળામાં ઘસાતા ઉંડો ઘા પડ્યો હતો. અને લોહી નિકળવાનું શરૂ થઇ ગયું હતું.
દોરો ચાઇનીઝ હતો કે નહીં, તેની પણ તપાસ કરાશે
ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં યુવકને સારવાર મળે તે પહેલા જ મો*ત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ મૃ*તકના મૃ*તહેદનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સુત્રોના જણાવ્યા અનુસાર, પતંગનો દોરો ચાઇનીઝ હતો કે નહીં, તે પાસાને પણ તપાસમાં આવરી લેવામાં આવી છે.