વડોદરામાં તસ્કરોની રડારમાં હવે ચંદનનું કિંમતી લાકડું હોવાનું સપાટી પર આવ્યું છે. ત્યારે પહેલા વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળથી 2 ચંદનના ઝાડની ચોરી, ત્યાર બાદ 3 ચંદનના ઝાડની ચોરીનો પ્રયાસ અને હવે વડોદરાના સરદાર બાગમાં ચંદના ઝાડની ચોરી સામે આવી છે. તેમજ પહેલી ચોરી જ્યારે સામે આવી ત્યારે જ કડક કાર્યવાહી કરી હોત તો બાકીની ઘટનાઓ પર રોક લગાડી શકાત તેવો સ્થાનિકોમાં ગણગણાટ છે. આ દરમિયાન હવે કિંમતી લાકડાની ચોરી કરીને હાથમાં ના આવતા પુષ્પરાજ સુધી કેવી રીતે પહોંચે છે.
યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળથી બે ચંદનના ઝાડની ચોરી કરાઈ હતી
અત્યાર સુધી ઘર, દુકાન, જ્વેલરી શોપ તસ્કરોની રડારમાં હતા. પરંતુ હવે સમયાંતરે રોકડા અને કિંમતી ચીજવસ્તુઓના હાથફેરાની ઘટનાઓ સામે આવતી હતી. ત્યારપછી હવે તસ્કરોનો રોકડા, અને કિંમતી ઘરેણાાની જગ્યાએ ચંદનના કિંમતી લાકડામાં રસ પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાઓ છેલ્લા કેટલાય દિવસથી સામે આવી રહી છે. પ્રથમ ઘટનામાં વડોદરાના વિશ્વવિખ્યાત MS MS યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળથી બે ચંદનના ઝાડની ચોરી કરવામાં આવી હતી. તેમજ આ ઘટના બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા ત્રીજા દિવસે યુનિવર્સિટી કેમ્પસમાંથી 3 ચંદનના ઝાડની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીની જેમ સરકારી બાગની સુરક્ષામાં પણ પોલ પકડાઇ જવા પામી
ત્યારબાદ પણ તંત્ર ઉંઘતું જ રહેતા હવે તસ્કરોએ યુનિવર્સિટી છોડીને સરદાર બાગમાં રહેલા ચંદનના વૃક્ષોને નિશાન બનાવ્યું છે. તેમજ સરદાર બાગમાંથી એક ચંદનનું ઝાડ ચોરવામાં તસ્કરો સફળ રહ્યા હતા. જ્યારે અન્ય એક ઝાડ ચોરવામાં તસ્કરોને સફળતા મળી નથી. તેમજ યુનિ.ની જેમ સરકારી બાગની સુરક્ષામાં પણ પોલ પકડાઇ ગઈ હતી.
આ અનુસાર, સરદાર બાગમાં લગાડવામાં આવેલા CCTVનો લેન્સ યોગ્ય દિશામાં ના હોવાના કારણે તેનાથી કોઇ ખાસ ફાયદો મળી શકે તેમ નથી. તેમજ પુષ્પા મુવીની જેમ તસ્કરો હકીકતમાં ચંદનના ઝાડ ચોરવામાં સફળ થઇ રહ્યા હતા અને તેમને રોકવાવાળું અત્યાર સુધી કોઇ હતું નહીં.