મહિલા સરપંચ ચૂંટાયાના બીજે દિવસે જ પતિએ ઉઘરાણા શરૂ કરી દીધાનો બનાવ
વાડીનાર ખાતે આઇઓસીની કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટે કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા દોઢ લાખની રોકડ લાંચ સ્વરૂપે સ્વીકારવાના ગુનામાં પકડાયેલા મહિલા સરપંચના દાંતના ડોક્ટર પતિ અબ્બાસ ઈબ્રાહીમ ભાઈ સંઘારની જામીન અરજી સ્પેશિયલ અદાલતે ઠરાવ્યું છે કે “સરપંચ પત્ની વતી લાંચ માગનાર ડેન્ટિસ્ટ પતિ અને તેની વર્તણુંક જામીન મેળવવા માટે તેમને ગેરલાયક ઠેરવે છે.”
ખંભાળિયાના વાડીનાર ગામમાં તા.17/01/2022 ના રોજ મહિલા અનામતમાં હસીનાબેન અબ્બાસભાઈ સંઘાર સરપંચ તરીકે ચૂંટાયાના બીજા જ દિવસે ડેન્ટિસ્ટ ત2ીકે પ્રેકટીસ કરતા પતિ અબ્બાસ ઈબ્રાહીમભાઈ સંઘા2ે વાડીનારમાં કચેરીની કમ્પાઉન્ડ વોલનું બાંધકામ કરી રહેલા મુંબઈવાસી કોન્ટ્રાક્ટર પાસેથી ફોન દ્વારા દિવાલનું કામ પૂરું કરવું હોય તો મહિલા સરપંચ પત્ની વતી રૂપિયા ચાર લાખની લાંચની માગણી કરી હતી.
જે અનુસંધાને કોન્ટ્રાક્ટરે મહિલા સરપંચના ડેન્ટિસ્ટ પતિને ઊંચી કિંમતના મોબાઈલ ફોન તેમજ ઘરવખરીનો મોંઘો સામાન તેમજ રૂપિયા 50 હજાર રોકડા ચૂકવી આપ્યા હતા, બાકીના દોઢ લાખ રૂપિયા રાજકોટની સરોવર પોર્ટિકો હોટેલમાં આપવાનું નક્કી થયું હતું. તે કોન્ટ્રાક્ટર દ્વારા ખંભાળિયા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં લાંચની રકમ સ્વીકારતા પતિ-પત્ની ઝડપાઇ ગયા હતા. બાદમાં એસીબી દ્વારા ધોરણસરની કાર્યવાહી કર્યા બાદ ની સૂચનાથી જેલહવાલે કરાયા હતા.
તેમાં વાડીનાર ના મહિલા સરપંચ હસીના બેન સંઘાર ના પતિ ડોક્ટર અબ્બાસ સંઘારે જેલમાંથી રેગ્યુલર જામીન પર છુટવા રાજકોટની સ્પેશ્યલ અદાલતમાં અરજી કરી હતી.જામીન અરજીની સુનવણી દરમ્યાન સરકાર તરફે રજુઆત કરવામા આવેલી હતી કે, મહિલા સશકિતકરણના ઉમદા ઉદ્દેશ સાથે સરકાર એ જયારે લોકપ્રતિનિધિત્વ કરવા માટે મહિલા અનામત દાખલ કરેલ હોય ત્યારે સરપંચ તરીકે ચુંટાઈ આવેલ મહિલાના પતિ હોવાના નાતે સરપંચ તરીકે ઓળખ લાંચની માગણીઓ કરે અને સરપંચ તરીકેના વિઝીટીંગ કાર્ડ છપાવે ત્યારે આ પ્રકારના ઈસમો સાથે ન્યાય અદાલતોએ અલગ જ અભિગમથી વર્તવુ જોઈએ. સરપંચ તરીકે પત્નિના ચૂંટાયા ના બીજા જ દિવસે ડેન્ટીસ્ટ પતિને 4-લાખ ની રકમની માગણી કરવામા કોઈ સક્રોચ ન હોય તેવા પતિએ પોલીસ તપાસ પુર્ણ થયા બાદ પણ જામીન આપવા જોઈએ નહી. જામીન મુકત કરવાથી સાહેદોને ફોડવા અને પુરાવા સાથે ચેડા કરે તે નિ:શંકપણે નિશ્ચિત છે. પોતાની અગાઉની જામીન અરજીમાં જે પ્રકારનો બચાવ લીધેલ હોય તેના કરતા જુદા જ પ્રકારનો બચાવ પોલીસ તપાસ બાદની જામીન અરજીમા રજુ કરે તે જવલ્લે જ બનતી ઘટના છે
હાલનો આરોપી તબીબ તરીકે શૈક્ષણીક લાયકાત ધરાવતા હોવા છતા પોતાના શિક્ષણનો કયા પ્રકારે દુરઉપયોગ કરે છે. સરકાર તરફેની આ તમામ 2જુઆતોના અંતે સ્પે. અદાલતે ડેન્ટીસ્ટ અબ્બાસ સધારની પોલીસ ચાર્જશીટ રજુ થયા બાદની જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વિકલ સજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.