વઢવાણમાં બાળકો વાહ હનુમાનજીના મંદિર પાસે રહેતો ટ્રાવેલ્સના સંચાલક ને તેના જ ગામના વ્યાજખોરોએ વ્યાજની ઉઘરાણી કરવા માટે તેને ધમકી આપી ત્રાસ આપતા હોવાથી યુવકે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે 11 વ્યાજખોરો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
બસ રીપેરીંગ કરવા માટે યુવક વ્યાજના વિશ ચકમાં ફસાયો : 75 અને 50 ટકા વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યા બાદ વધુ પૈસા પડાવવા તમામ શખ્સો ધમકી આપતા નોંધાયો ગુનો
બનાવવાની મળતી માહિતી મુજબ વઢવાણમાં રહેતા અને ટ્રાવેલ્સ નું કામકાજ કરતા યશભાઈ વિજયભાઈ વૈષ્ણવ દ્વારા પોતાની પોલીસ ફરિયાદમાં આરોપીમાં તેના જ ગામના કેતુલભાઈ તુષારભાઈ ભાડકા , વિશાલ તુષાર ભાડકા, તુષાર પ્રવીણ ભા,જેવિલ રબારી,ધ્રુવિલ ખટાણા,કિશન દિનેશ ભાડકા, દિનેશ ભાડકા,દર્શન ભરત રામી,જીતેન્દ્ર મનહર ઝાલા, ખોડા આલા બાર અને અર્જુન ઝાલાના નામો આપવામાં આવ્યા હતા જેમાં તેમને જણાવ્યું હતું કે તે અને તેના પિતા સાથે ટ્રાવેલ્સ બસ નું કામકાજ કરે છે જેમાં આ માસ દરમિયાન તેમની બસમાં એન્જિન ખરાબ થઈ જતા જેમાં રૂપિયા 90,000 નો ખર્ચો આવ્યા હોવાનું જણાવતા તેમને કેતુલ પાસેથી દોઢ ટકે પૈસા વ્યાજે લીધા હતા ત્યારબાદ તેની સામે રૂપિયા 1.30 લાખ ચૂકવી દીધા હતા પરંતુ કેતુલ તેની પાસેથી વધુ વ્યાજ ઉઘરાવવા માટે ધાક ધમકી આપતો હતો જેથી તેણે તેના સગા ધ્રુવીલ ખટારા પાસેથી રૂપિયા 50,000 વ્યાજ લીધા હતા જેને ચૂકવવા તેના કુટુંબીકિશન ભાડકા પાસેથી ત્રણ મહિના માટે 75 ટકા વ્યાજે રૂ.1,00,000 લીધા હતા. તેવી જ રીતે અન્યની વ્યાજ ચૂકવવા માટે ફરિયાદીએ વ્યાજનો વીસ ચક્રવા ફસાયો હતો જેથી તમામ આરોપીઓ તેની પાસેથી વ્યાજ ઉઘરાવવા માટે થાક ધમકી આપતા હતા ફરિયાદીએ તમામ મારો પીવોને પોતાનું મૂળ કિંમત તેના ઉપરનું વ્યાજ પણ ચૂકવી દીધું હતું છતાં પણ આરોપીઓ તેને મકાન અને ટ્રાવેલ્સ કંપની નામે કરી દેવાનું કહી રાત ધમકી આપતા હોવાથી તેને પોલીસનું શરણ લીધું હતું અને આ મામલે પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.