તંત્રને રજુઆત છતાં બે ઘ્યાન

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં રહેણાંક વિસ્તારમાં ઘરના પાણીનો નિકાલ કરવા માટે રહેણાંક વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા ગટર લાઈન બનાવવામાં આવી છે ત્યારે આ ગટર લાઈનમાં પાલીકા તંત્રની બેદરકારીના પગલે વારંવાર વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર સર્જાઈ ત્યારે શિયાળાની ઋતુમાં ગટરનાં ગંદા પાણી રસ્તામાં રેલમછેલ થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને આ ગટરનાં ગંદા પાણીથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે

આ ધોળીપોળ વિસ્તારમાં આવેલ ગટર લાઈનની સ્થાનિક રહિશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ના આવતા કચવાટની લાગણી ઉભી થવા પામી છે ત્યારે નગરપાલિકાની કામગીરી સામે અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે વાહન ચાલકો અને સ્થાનિક રહિશોને પારવાર પડતી હાલાકી બાબતે  જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયાં છે અને સ્થાનિક રહિશો દ્વારા તાત્કાલીક પણે નગરપાલિકા તંત્ર આ ગટર લાઈન રીપેર કરી ગટરનાં ઉભરાતાં ગંદા પાણી બંધ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે

વઢવાણમાં રામજી મંદિર પાસે જ ગટરોના પાણી રોડ ઉપર છલકાય છે અને ચોમાસા જેવા માવલ સર્જાય છે ત્યારે આ જ્યાં ગટરના પાણી છલકાય છે ત્યાં સવારમાં રામજી મંદિરે આરતીમાં તેમજ દર્શન માટે વહેલી સવારે અસંખ્ય લોકો આવે છે અને આ ગટરના ગંદા પાણીમાં ચાલી અને દર્શન માટે જાય છે આમ છતાં પણ આ વિસ્તારમાં ચૂંટાયેલા સદસ્યો તેમ જ ભાજપના સત્તા વાળા પણ પસાર થાય છે ત્યારે આમ છતાં પણ આ લોકોને પણ આ ગટરના ઉભરાતા પાણી ધ્યાન ઉપર આવતા નથી અને મંદિરમાં દર્શન માટે જતા લોકોને પણ મોટી હાલાકી નો સામનો કરી રહ્યો છે

આ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોને નમાજ પઠવા માટે પસાર થવું પડે છે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.

જ્યારે આ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોનો પણ મોટી માત્રામાં વસવાટ છે અને જ્યાં ભાદર કઠીયા સુન્ની જમાતની મસ્જિદ આવેલી છે તેમજ ત્યાંથી થોડા દૂર જાવતા તબ્લે કી મસ્જિદ પણ આવે છે અને જુમ્મા મસ્જિદે જવું હોય તો પણ ત્યાંથી જ પસાર થવું પડે તે નમાજ પડવા માટે નમાજીઓ જ્યારે પસાર થાય છે ત્યારે ગટરોના ગંદા પાણી રેલાયેલા જોવા મળે છે અને ઘૂંટણ બુટ પાણી ભરાયા હોવાના કારણે મોટી માત્રામાં મુસ્લિમ બિરાદરોને પણ સામનો કરવો પડે છે ત્યારે તાત્કાલિક અસરે સાફ સુપ કરાવી અને ગટરના ઉભરાતા પાણી બંધ કરાવવા માટેની મુસ્લિમ સમાજે પણ માંગણી કરી છે

તેમજ ત્યારે  રામબોલ મંદિર પાસે અને રામ મંદિર પાસે આ વિસ્તારમાં એક શાળા પણ આવેલી છે અને નવાઈની વાત તો એ છે કે આ માર્ગ ઉપરથી સુરેન્દ્રનગર કે કોઈપણ ગામે જવું હોય તો ફરજિયાત પણે આ માર્ગ ઉપરથી જ પસાર થવું પડે છે અત્યારે વાહન ચાલકો પણ પસાર થાય છે ત્યારે નાના વાહન ચાલકો પસાર થાય છે ત્યારે ફોરવીલ વાહન ચાલકો પોતાના વાહનની બેફામ સ્પીડ વધારી અને અન્ય વાહન ચાલકો તેમજ રાહદારીઓને ગંદા પાણીથી નવાજી અને છાંટા ઉડાડે છે જેના કારણે લોકોને મોટી માત્રામાં સહન કરવું પડે છે અને છાંટા ઉડાડીને વાહનનો ચાલ લાગતો પસાર થઈ જાય છે પરંતુ પસાર થનાર ને આ છાંટા ગંદકીના ઉડે એટલે પવિત્રને બદલે અપવિત્ર માણસ બની જાય ત્યારે તાત્કાલિક અસરે વઢવાણ નગરપાલિકા આ અંગેની કાર્યવાહી હાથ ધરે તેવી વાહન ચાલકો માંથી પણ માંગણી ઊઠવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.