બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે

વિશિષ્ટ કુટીરો, પારાયણનો ૭૦૦૦થી વધુ હરિભક્તોએ લ્હાવો લીધો: અંતિમ દિવસે સળંગ ૫ કલાક ૨૭૩ વચનામૃતોનો ૨૨૫ વખત સમૂહ પાઠ

સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ધર્મગ્રંથ-વચનામૃત, જે સ્વયં ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલ છે. આ વચનામૃત ગ્રંથને આ વર્ષે ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર વર્ષ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ‘વચનામૃતને સંગે, જીવન જીવીએ ઉમંગે…’ થીમ હેઠળ ગ્રીષ્મ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પારાયણમાં બી.એ.પી.એસ.ના વિદ્વાન સંતો દ્વારા જીવનમાં ઉદભવતા પ્રશ્નોનું સમાધાન વચનામૃત ગ્રંથ દ્વારા કઈ રીતે પ્રાપ્ત થાય છે તેનું માર્ગદર્શન પાઠવવામાં આવ્યું હતું. દરરોજ કુલ ૭૦૦૦થી વધુ ભક્તો-ભાવિકો આ પારાયણનો લાભ પ્રાપ્ત કરતા હતા.

APS1665

મંદિર પરિસરમાં જ પારાયણ પ્રસંગે વિવિધ વચનામૃત કુટીરો ઉભી કરવામાં આવી હતી. કુટીરોની વચ્ચે ભગવાન સ્વામિનારાયણની નયનરમ્ય મૂર્તિ દરરોજ વિશિષ્ટ વસ્ત્રો-આભૂષણ સાથે ભક્તો-ભાવિકોને દર્શન પ્રદાન કરતી હતી. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પાસે દરરોજ કલાત્મક રંગોળીઓનો શણગાર સજવામાં આવતો હતો. સમગ્ર પારાયણના ૮ દિવસ દરમ્યાન હજારો ભક્તો-ભાવિકોએ વિવિધ કુટીરોનો લાભ લીધો હતો.પારાયણ દરમ્યાન યોજાયેલી નિબંધ અને ચિત્ર જેવી વિવિધ સ્પર્ધાઓમાં હરિભક્તો જોડાયા હતા. આ વર્ષે ગ્રીષ્મ પારાયણમાં વચનામૃત ગ્રંથ પર પ્રવચનની સાથે દરરોજ ‘જન જાગૃતિ’ના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ વિવિધ વિષયો પર વિશેષ માર્ગદર્શન પાઠવ્યું હતું.

DJI 0009

ઉપસ્થિત તમામ ભક્તો-ભાવિકોએ રોજીંદા વપરાશમાં પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા, રોજ-બરોજના વાહન વ્યવહારમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા  સાથે સાથે ટ્રાફિકના નિયમોને અનુલક્ષી હેલ્મેટ પહેરવાની અને સીટ બેલ્ટ બાંધવાની પણ પ્રતિજ્ઞા, આજના ટેકનોલોજીના યુગમાં મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા અને સ્વચ્છતા અભિયાનની પહેલમાં આપણી આસપાસ ગંદકી ન કરતા ઘર, શેરી-સોસાયટી અને શહેરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. આમ, સમગ્ર આઠ દિવસ દરમ્યાન ઉપસ્થિત સૌ ભક્તો-ભાવિકોએ અધ્યાત્મની સાથે સાથે જીવન ઘડતરની પણ પ્રેરણા પ્રાપ્ત કરી હતી. પારાયણ પૂર્ણાહુતીના દિવસે ૧૦૦૦૦થી અધિક ભાવિક-ભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો.

વચનામૃત મહિમા મહોત્સવ

– વચનામૃતના અખંડ પઠનયજ્ઞ દ્વારા ૧૫૦૦ હરિભક્તો દ્વારા કુલ ૫૩૦૦ વચનામૃતોનુંવાંચન.

– વચનામૃતના અખંડ લેખનયજ્ઞ દ્વારા ૧૧૦૦ હરિભક્તો દ્વારા કુલ ૧૩૬૦ વચનામૃતોનુંલેખન.

– વચનામૃતના અખંડ મુખપાઠયજ્ઞ દ્વારા ૨૮૦ હરિભક્તો દ્વારા વચનામૃતના મુખપાઠ.

– વચનામૃતના પ્રેરકવચનો દ્વારા ૬૦૦ હરિભક્તોએ વચનામૃત દ્વારા સમસ્યાઓના સમાધાન પ્રાપ્ત કર્યા.

– ૧૦૩૦ હરિભક્તોએ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ અને પ.પૂ.મહંતસ્વામી મહારાજે કરેલા વચનામૃત                    નિરૂપણોનુંશ્રવણ દર્શન કર્યું.

– ૫૪૦ હરિભક્તોએ વચનામૃતોનું વાંચન કરી જ્ઞાનની કસોટી આપી.

– હજારો હરિભક્તોએ વચનામૃતના પ્રાગટ્ય, પ્રભાવ, પ્રમાણો અને પરિવર્તક વિશેષતાઓનું ‘પોસ્ટર પ્રદર્શન’        નિહાળ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.