લંડનના સ્વામિનારાયણ મંદિરમાં 202મી વચનામૃત જયંતિની ભક્તિભાવ પૂર્વક કરાઇ ઉજવણી

અબતક, રાજકોટ

આ પ્રસંગે  પ્રભુ સ્વામીએ કહયું હતું કે અભણને અઘરો ન લાગે અને વિદ્વાનને સહેલો ન લાગે એવો વચનામૃત ગ્રંથ છે.

વધુમા પ્રભુ સ્વામીએ કહેલું કે 202 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે જુદા જુદા સ્થળે, જુદા જુદા સમયે, જુદા જુદા સંતો હરિભક્તોની આગળ જે કથાવાર્તા સત્સંગ કરેલ એમને ગ્રંથસ્થ કરાયો. એનું નામ વચનામૃત અપાયું. ગુજરાતી ભાષાનો આવડો મોટો ગ્રંથ અધ્યાત્મમાર્ગના પિપાસુની તરસ બુજાવનારો કદાચ એ સમયે પહેલો ગ્રંથ હશે.

એ વખતના નંદસંતો સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી,  મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા  શુકાનંદ સ્વામીએ ગ્રંથસ્થ કરેલ . શુકાનંદ સ્વામી લખવામાં માહિર હતા. એવું કહેવાય છે કે લખી લખીને તેમની એક આંગળી વાંકી થઈ ગઈ હતી . મૂળ ખરડા રૂપે તૈયાર થયું ત્યારે એ અલગ લિપિમાં હતું. પછી ગુજરાતીમાં લાખો આવૃત્તિઓ પ્રસિદ્ધ થયેલ છે .

જેમાં ઉપનિષદ , ભાગવત, ગીતાજી’ યોગ શાસ્ત્ર, , વેદાંત, પંચરાત્ર  વગેરે ગ્રંથો ઉપરાંત સંત-સમાગમ , ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ , વાસના વગેરે વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ છે.

ભગવાન સ્વામિનારાયણની આ વાણીનું સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો મંદિરોમાં દરરોજ કથા,  વાંચન, શ્રવણ થાય છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલમાં જોગી સ્વામીના આસને અવિરત વચનામૃતમનું વાંચન સંતો હરિભક્તો કરતા . જોગી સ્વામી અભણ હોવા છતાં વચનામૃતના ભોમીયા કહેવાતા.  ઘરે ઘરે દેશ-વિદેશમાં લાખો મહિલા, પુરુષો તેમજ સંતો જેનું વાંચન કરી પોતાના મનમાં ઉઠતાં તર્ક-  વિતર્કોનું સહેજે સમાધાન મેળવે છે.

ઉત્સવના પ્રારંભે વચનામૃતનો સમૂહમાં પાઠ કરેલ.  શ્રી યોગદર્શન સ્વામીએ અંગ્રેજીમાં કથાવાર્તા કરેલ. ત્યારબાદ ભક્તિતનયદાસજી સ્વામી,    ભજન સ્વામી વગેરે સંતો તથા હરિભક્તોએ જનમંગલ સ્તોત્રના 108 મંત્રના ગાન સાથે પૂજન તથા આરતી કરેલ. અંતમાં ડ્રાયફ્રુટ થી સહુ ભાવિકોએ વચનામૃત ગ્રંથરાજને અભિષેક કરેલ .

આ પ્રસંગ કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ઇસ્ટ લંડનના પ્રમુખ શામજીભાઈ વેકરીયા. તથા સેકેટરી પુલક્તિભાઈ, ક્ષથા અરવિંદભાઈ, તેમજ મનજીભાઈ તથા લાલજી ભાઈ વેકરીયા વગેરે ઉપસ્થિત રહેલ. ઉત્સવની તૈયારી પૂજારી મનોજ ભગત તથા શિવજી ભગત  વગેરેએ ભક્તિભાવ સાથે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.