વચન આપવામાં શું લોભ કરવો..?. વચનની કિંમ દરિદ્રતમ… ની કહેવત મુજબ રાજકીય નેતા અને પક્ષ ક્યારેય કંજુસાઈ કરતા નથી આમ આદમી પાર્ટી એ ગઈ કાલે આવી જ રીતે ઉત્તર પ્રદેશની રાજનીતિ મા ચર્ચા જગાવી ,એવી જાહેરાત કરી છે કે જો ઉત્તર પ્રદેશના મતદારો આમ આદમી પાર્ટીને મત આપીને વિધાનસભામાં સતા અપવશે તો રાજ્યમાં દર વર્ષે ૧૦ લાખ ને નોકરી અને બેકારોને દર મહિને પાંચ હજાર રૂપિયા નું ભત્તું આપવામાં આવશે
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા એ રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઉપસ્થિતિમાં જાહેરાત કરી હતી તેમણે યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ૭૦ લાખ ને નોકરીઓ આપવાની વાત ફારસરૂપ સાબિત થઈ છે,
આમ આદમી પાર્ટીએ અગાઉ ખેડૂતો ને વીજળી મફત આપવાની ૨૦૨૨ ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વાત કરી હતી ,તેમણે જણાવ્યું હતું કે જો ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટી શાસનમાં આવશે તો દર વર્ષે ૧૦ લાખ ને નોકરી અને બેકારોને ૫૦૦૦/ રૂપિયાનું માસિક ભતું આપવામાં આવશે ઉત્તર પ્રદેશમાં લાખ શિક્ષિત બેરોજગારો એ નોકરી માટે અરજીઓ કરી છે આપની આ જાહેરાતે ભારે ચર્ચા જગાવી છે