દેશમાં કોરોનાની વધતી પરીસ્થિતિને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને વેગ આપ્યો છે. રસીકરણ અભિયાનમાં હાલમાં 45 વર્ષથી વધુના લોકો, તબીબી કર્મચારીઓ, સરકારી વિભાગના કર્મચારીઓ આ બધાને રસી આપવામાં આવી છે. હવે 1 મેં થી રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવશે.

ત્રીજા તબક્કાની શરૂઆત 1 મે થી થઈ રહી છે. 1 મે થી, 18 થી 45 વર્ષની વચ્ચેના લોકોને રસી આપવામાં આવશે. દેશમાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 28 એપ્રિલથી કોવિન પોર્ટલ (cowin.gov.in) પર અથવા આરોગ્ય સેતુ એપ પર રસી માટે બુકિંગ કરાવી શકે. આ અભિયાનનો લાભ બધા સુધી પોહ્ચે એટલા માટે સરકારે ખાનગી હોસ્પિટલોને પણ રસીકરણ માટે છૂટ આપી છે.

 


રસીકરણ મેળવા માટે cowin.gov.in વેબસાઈટ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન પરથી રજીસ્ટર કરાવી શકશો. પેહલા તમારો મોબાઈલ નંબર નાખવો પડશે, થોડી વારમાં તે નંબર પર એક OTP આવશે, જેના દ્વારા તમે આ એપ અથવા વેબસાઈટ પર તમારું એકાઉન્ટ બનાવી શકશો. તેમાં તમારી જરૂરી વિગતો અને આધારકાર્ડ લિંક કરવાનું રહશે. તેના પછી તમારા નજીકના વિસ્તારનું રસીકરણ ક્ષેત્ર પસંદ કરી તમે તમારી રસી બુક કરાવી શકો. જે મોટી ઉંમર અથવા વરિષ્ઠ લોકો છે, તેના માટે 1507 નંબર ડાયલ કરી નોંધણી કરાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.