ઘણા લોકો કે જેણે રસી લઈ લીધી હોય છતાં પણ કોરોનાની ઝપેટમાં આવતા રસી જ એક જાદુઈ છડી છે તે વાત ખોટી સાબિત થઈ રહી છે. પણ હા, રસી લઈ કોરોના સામેનું જોખમ ઘટાડી જરૂર શકાય છે. તાજેતરમાં મુંબઈના ભીંવડી વિસ્તારમાં 62 લોકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. કોરોનાગ્રસ્ત 62 લોકોમાંથી તો 60 લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા હતા છતાં પણ ફરી કોરોના પોઝિટિવ આવ્યા છે.
કોવિડ -19 જિલ્લા આરોગ્ય અધિકારીઓએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. આ વિસ્તારને ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ તમામ કોરોના પોઝિટીવ એક વૃદ્ધાશ્રમના છે. સરકારી ડોકટરોની એક ટીમે શનિવારે ગ્રામીણ ભિવંડીના સોરગાંવ ગામમાં માતોશ્રી વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને 109 વૃદ્ધાઓની તપાસ કરી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો મનીષ રેંગેએ જણાવ્યું કે પરીક્ષણો પછી, કેસોનું ક્લસ્ટર શોધી કાઢવામાં આવ્યું હતું. જેમાં 55 વૃદ્ધઓ પોઝિટીવ આવ્યા છે. જેમાં એક ગર્ભવતી મહિલા અને અઢી વર્ષની એક બાળકીનો પણ સમાવેશ થાય છે. અધિકારીએ કહ્યું કે તાજેતરના મહિનાઓમાં થાણે જિલ્લામાંથી શોધાયેલ સૌથી મોટા ક્લસ્ટરોમાંનું આ એક છે.