સમગ્ર વિશ્વને હચમચાવનારા કોવિડ-૧૯ કોરોનાવાયરસ સામે સુરક્ષા પ્રદાન કરતી રસી અંતે લોકો સુધી પહોંચી ચૂકી છે. રસીની રસ્સાખેંચ અને ભારે ઇંતેજારી બાદ ભારતમાં આજથી પ્રથમ તબક્કાના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવેલી રસીના પ્રથમ ડોઝની તૈયારીમાં દેશવ્યાપી આયોજન કરાયું છે, રસી લેનારને આડઅસર અને સુરક્ષા કવચની અસરકારકતા અંગે ઉભા થયેલા સંદેહ દરમિયાન રસીની આડઅસર સામે સંપૂર્ણપણે વળતરનું કવચ આપવાની બાહેંધરીએ વિશ્વાસનું વાતાવરણ ઉભું કર્યું છે. કોરોના રસીના નિર્માણ અને તેના વિતરણની વ્યવસ્થા માટે લાંબા સમયથી કરવામાં આવેલી કવાયત આજે પરિણામદાયી બની છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહીની પ્રજાને કોરોના થી સુરક્ષિત કરવા માટે પ્રથમ દિવસે ત્રણ લાખ ઉપરાંતના લોકોને રસી આપવાનું આયોજન થયું છે. દેશભરમાં કુલ ૧.૬૫ કરોડ લોકો માટે ૩૦૦૬ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે ભારત બાયોટેકની કોવેક્સિન ડોઝ દરેક રસી કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. કંપનીએ રસીની અસરકારકતા અંગે વિશ્વાસ સાથે રસી લેનારને કોઈપણ આડઅસર આવશે તો તેનું પૂરેપૂરું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. લાભાર્થીને સરકારની સંપૂર્ણપણે સુરક્ષા કવચ પ્રદાન કરવાની જાહેરાત એ રસી માટે વિશ્વાસનો માહોલ ઊભો કર્યો છે સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાતમાં લાભાર્થીને કોઈપણ પ્રકારની આડઅસર થશે તો ત્રણ ટ્રાયલ દરમિયાનની અસરને સુરક્ષિત રાખીને પૂરેપૂરું વળતર આપવાની બાંહેધરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.