રસીની રસાખેચ યથાવત
જીબીઆરસીના વૈજ્ઞાનિકોએ ઓમીક્રોન વેરિએન્ટ ને પકડવા ની નવી પદ્ધતિ શોધી
કોરોનાના વેરિયન્ટ સમયાંતરે બદલતા જોવા મળે છે ત્યારે હાલ ડેલ્ટા વેરિએન્ટ બાદ ઓમીક્રોન વેરિયન્ટ સમગ્ર વિશ્વને હંફાવી રહ્યું છે. પરિણામે ખરા અર્થમાં રસીની રસાખેચ જ જોવા મળે છે . ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ રસીની અસરકારકતામાં અને કંસે ઘટાડો આવ્યો છે ત્યારે ફાઈઝર કંપની રસી ની જગ્યાએ કોરોના મા અસરકારક સાબિત થાય તે માટે ગોળી પણ બનાવી રહ્યું છે અને તેના ફાઇઝર એનાલિસિસ મુજબ પાદરની ગોળી ૯૦ ટકા જેટલી અસર કરતાં સાબિત થઈ છે.
હાલ કોરોના મા રસી અથવા કોઈ લોકોના હિત માટે જ બનાવવામાં આવે છે પરંતુ સામે તે મોટો વ્યાપાર પણ જે તે દેશ માટે પ્રસ્થાપિત કરે છે ભારત સરકાર પણ આગામી વર્ષમાં 500 કરોડ રસીના ડોઝ બનાવશે સાથે જ અન્ય દેશોને પણ તેઓ રસી પૂરતી પાડશે.
એવીજ રીતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર એટલે કે જી બી આર સી ના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓમીક્રોન ને પકડવા માટે તેમના દ્વારા નવી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે જે ગણતરીના ચારથી પાંચ દિવસમાં જ ખરા અર્થમાં લોકોમાં રહે છે કે કેમ તે અંગેનો રિપોર્ટ આપી શકશે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પીસીઆર મશીન મારફતે સમગ્ર બેસ્ટ થઈ શકશે અને માટે કોઈપણ મેડિકલ કોલેજ અથવા પ્રાઈવેટ પેથોલોજી લેબોરેટરીમાં પણ શક્ય હશે આ પદ્ધતિ થકી ગણતરીના ચારથી પાંચ દિવસમાં જ ઓમીક્રોન વેરિએન્ટ ને ડિટેક્ટ કરી શકાશે. બીજી તરફ આ વેરિયન્ટના ચાર કેસ ગુજરાતમાં સામે આવ્યા છે જેમાંથી ત્રણ જામનગર અને એક સુરતમાં જોવા મળ્યો છે.
ડબલ્યુએચઓના માનવા મુજબ પહેલાના સમયમાં જે રતી અસરકારક સાબિત થતી હતી તેમાં ઘણા ખરા અંશે ઘટાડો પણ આવ્યો છે અને હાઈરિસ્ક દર્દીઓને ઘણી અસર પણ પહોંચી રહી છે ત્યારે ખરા અર્થમાં શું બુસ્ટર ડોઝને અમલી બનાવવો જોઈએ કે કેમ એ પણ અત્યાર ના હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સામે ફાઇઝરે એવો પણ દાવો કર્યો છે કે જે લોકોએ ટ્રાયલમાં ફાઇઝેરની ટ્રીટમેન્ટ લીધેલી છે તેઓના કોરોના થી મોત નિપજ્યા નથી.
ડબલ ડોઝ લીધેલા ને ભરખી ગયો ઓમીક્રોન
સમગ્ર વિશ્વમાં ઓમીક્રોન ઝડપભેર બદલાઈ રહ્યું છે ત્યારે વધુ આઠ કેસ ઓ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા. આ આ કેસો પૈકી સાત કે એવા છે જેમાં લોકોએ ડબલ ડોઝ લીધેલા છે છતાં પણ તેઓને ઓમીક્રોન થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આઠ કેસ પૈકી સાત દર્દીઓ મુંબઈથી અને એક દર્દી વસઈ-વિરાર નો નોંધાયો છે. ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે જે લોકોએ રસી લીધી છે તેઓને પણ કોરોના નો નવો વેલીયન્ટ થઈ શકે છે જેથી રસીની અસર કરતા ખૂબ ઘટી રહી છે.
આ તકે કયા પ્રકારની રસી લેવાથી કોરોના નો નવો વેરિયન્ટ લોકોને ન થાય તે માટેના અનેક પ્રશ્નો ઉદ્ભવી થઈ રહ્યા છે એક તરફ સરકાર ડોઝ આપવાની પણ હિમાયત કરી રહી છે જેથી લોકોને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય પરંતુ હજુ જે રીતે નિર્ણય થવો જોઈએ તે થઈ શક્યો નથી.