89 ટકા લોકોને બંને ડોઝ આપી દેવાયા: 90 ટકા બાળકોને કરાયા સુરક્ષીત: 88 ટકા વડિલોને પ્રિકોશન ડોઝનું સુરક્ષા કવચ
વેક્સિન આપવાની કામગીરીને એક વર્ષ પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકા વેક્સિનની કામગીરીમાં મોખરે રહ્યું છે. એક વર્ષમાં પ્રથમ ડોઝની કામગીરી 110 ટકા જેવી થવા પામી છે. 12,66,652 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અપાયા છે. 9,85,510ને બીજો ડોઝ અપાયા છે. 15 થી 18 વર્ષની વયના 74,269 બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે.
જ્યારે 60 થી વધુ ઉંમરના 17,605 વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપી દેવાતા 88 ટકા જેવી કામગીરી થવા પામી છે.આ અંગે મેયર ડો. પ્રદિપ ડવે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં કોવિડ-19 ની મહામારી ચાલી રહી છે.વેક્સિનની કામગીરીને એક વર્ષ પૂર્ણ થયેલ છે. એક વર્ષ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા વેક્સિનની કામગીરીમાં મોખરે રહેલ છે.
વેક્સિન માટે સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક વગેરે સંસ્થાઓને જોડી કેમ્પો યોજવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 18+ ના પ્રથમ ડોઝમાં 12,66,652 એટલે કે 110 ટકા જ્યારે બીજા ડોઝમાં 9,85,510 એટલે કે 89 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી તેમજ 15 થી 18 વર્ષની વયના બાળકોને 74,269 એટલે કે 90 ટકા વેક્સિન આપવામાં આવેલ તેમજ 60 થી વધુ ઉંમરના 17,605 એટલે કે 88 ટકા નાગરિકોને પ્રિકોશન કોવિડ વેક્સિન (બુસ્ટર ડોઝ) આપવામાં આવી છે.
હાલમાં, 22 આરોગ્ય કેન્દ્ર, અમીન માર્ગ પર આવેલ સિવિક સેન્ટર, રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી, બે સ્કૂલ, પદ્મકુંવરબા હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ વગેરે જગ્યાએ વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.હાલની કોરોનાની ત્રીજી લહેરમાં પણ 100 જેટલા ધન્વંતરી રથ, 50 સંજીવની રથ તે માટે જરૂરી સ્ટાફ આ ઉપરાંત જુદાજુદા પાંચ સ્થળોએ કોરોના ટેસ્ટિંગ બુથ શરૂ કરેલ છે.