દર બૂધવારે મમતા દિવસ અંતર્ગત કોરોનાની વેકિસન આપવાનું બંધ રાખવાની સત્તાવાર જાહેરાત સરકાર કરતી નથી
કોરોનાની ત્રીજી લહેર પૂર્વ લોકોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરવા માટે વેકિસન એકમાત્ર હાથ વગુ હથીયાર છે. છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પૂરતા પ્રમાણમાં વેકિસનનો જથ્થો પૂરો પાડવામા આવતો ન હોવાના કારણે હાલ રાજયમાં વેકિસનેશનની કામગીરી મંથર ગતીએ ચાલી રહી છે. દરમિયાન ગત સપ્તાહે સતત ત્રણ દિવસ રસીકરણની કામગીરી બંધ રહ્યા બાદ આજે બૂધવારે મમતા દિવસ અંતર્ગત ફરી રાજયભરમાં કોરોનાની વેકિસન આપવાની કામગીરી બંધ રાખવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા દર બૂધવારે મમતા દિવસ અંતર્ગત શૂન્યથી લઈ બે વષ સુધીના બાળકો, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને વિવિધ રોગ સામે રક્ષણ આપતી રસી આપવામાં આવે છે. જેના કારણે ગત બૂધવારથી રાજયભરમાં કોરોના વેકિસનની કામગીરી બંધ રાખવામાં આવી હતી. હવે દર બૂધવારે કોરોના વેકિસનેશન બંધ રહેશે તેઓ નિર્ણય લેવાય ચૂકયો છે.
પરંતુ તેની સતાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી હતી દરમિયાન આજે સતત બીજા બૂધવારે રાજયમા વેકિસનેશનની કામગીરી બંધ રાખવામાં આવી હતી ગત સપ્તાહે બૂધવાર ઉપરાંત ગૂરૂવાર અને શુક્રવાર એમ સતત ત્રણ દિસ વેકિસનેશનની કામગીરી બંધ રહ્યા બાદ શની, રવિ, સોમ અને મંગળવારે મંથરગતિએ રસીકરણ ચાલ્યાબાદ આજે ફરી વેકિસન આપવામાં રજા રાખવામાં આવી છે.
રાજય સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વ રાજયની 100 ટકા વસ્તીને કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ આપી દેવાના લક્ષ્યાંક સાથે કામગીરી કરી રહી છે. પરંતુ છેલ્લા 20 દિવસથી ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા વેકિસનના પર્યાપ્ત જથ્થો ફાળવવામાં આવતો નથી. જેના કારણે રસીકરણની કામગીરી પર અસર પડી રહી છે. હવે દર બૂધવારે મમતા દિવસ અંતર્ગત કોરોનાની રસી આપવાનું બંધ રાખવામાં આવી રહ્યું હોય સરકાર સામે 100 ટકા વેકિસનનો લક્ષ્યાંક સિધ્ધ કરવો પણ મોટો પડકાર બની ગયો છે.