Table of Contents

છેલ્લા થોડા સમયથી લોકોમાં ઇન્ફેકશનથી થતા વિવિધ રોગોનું પ્રમાણ વધવા પામી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર-

કચ્છના પ્રથમ ઇન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ ડો. આકાશ દોશીએ ઇન્ફેકશન અંગેની વિસ્તૃત વિગતો આપી

હાલના સમયમાં ઇન્ફેકશનથી થતાં રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જયારે મેડીકલ ફીલ્ડમાં ઇન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની નવી સુપર સ્પેશ્યાલીટી ઉભી થવા પામી છે. સૌરાષ્ટ્ર-કચ્છના પ્રથમ ઇન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ એવા રાજકોટના ડો. આકાશ દોશીની હેલ્થ વેલ્થ ‘અબતક’ કાર્યક્રમ હેઠળ ‘અબતકે’ ખાસ મુલાકાત લીધી હતી.

ABTAK HEALTH WEALTH LOGO

પ્રશ્ર્ન:- ઇન્ફેકશન કોને કહેવાય? ઇન્ફેકશન થવાની ખબર કેવી રીતે પડે છે?

જવાબ:- ઇન્ફેકશનએ એક જાત જંતુ છે જેમ કે બેકટેરીયા, ફંગલ, વાઇરસ વગેરે તે શરીરની અંદર અને બહાર હોય શકે છે. જેને મેડીકલની ભાષામાં માઇકોઓર્ગેનીઝમ કહેવામાં આવે છે. તે આપણા શરીર પર અસર કરે અને તેના થકી શરીરમાં કોઇ બિમારી થાય તો તેને ઇન્ફેકશન રોગ કહી શકાય.  ઇન્ફેકશન થવા કારણો અનેક છે ઇન્ફેકશન સામાન્ય દર્દીને પણ થાય છે જેમ કે તાજુ વાઇરસ ઇન્ફેકશન હોય શકે છે. સાદા ઇન્ફેકશનમાં જોઇએ સીઝનલ ઇન્ફેકશન જેવા સીઝનલ ફલુ શરદી, ખાંસી, વાઇરસ ઇન્ફેકશન જેવા કે તાવ, ઠંડી લાગવી ભારે ઇન્ફેકશન જોવા જઇએ તો બેકટેરીયાનું ઇન્ફેકશન, ફંગસ ઇન્ફેકશન પણ હોય છે કે જેમાં દર્દીની રોગ પ્રતિકારક શકિત ઓછી થવાથી ભારે ઇન્ફેકશન થવાની સંભાવના રહે છે. આપણા શરીરની અંદર લાખો કરોડો જંતુઓ હોય છે. આપણા શરીરમાં જેટલા કોષો છે તેના કરતાં દસ ગણા આ જંતુઓ કે માઇક્રો ઓર્ગેનિકમિ હોય છે. આ બધા તાલમેલથી રહેતા હોય છે. પરંતુ આ તાલમેલ ખોટવાઇ અને જંતુઓ સ્ટ્રોન્ગ થાય અથવા બહારથી કોઇ જંતુઓનો ચેપ લાગે તો ઇન્ફેકશન થવાની શકયતા વધી જાય છે.

પ્રશ્ર્ન:- વર્તમાન સમયમાં ઇન્ફેકશન સ્પેશ્યાલીસ્ટની ભૂમિકા વિસ્તરી રહી છે? તેની પાછળનું કારણ શું છે.

જવાબ:- મેડીકલમાં કીડની, હ્રદય, મગજ વગેરે જેવા શરીરના ભાગોમાં થતા રોગોની સુપર સ્પેશ્યાલીટી વિકાસ પામી છે તેમ ઇન્ફેકશન પણ હવે સુપર સ્પેશ્યાલીટી તરીકે છેલ્લા પાંચ સાત વર્ષમાં વિકાસ પામ્યું છે. મુંબઇ, પુના, અમદાવાદ વગેરે શહેરોમાં ઇન્ફેકશન સ્પેશાલીસ્ટ ડોકટરોની સેવા લાંબા સમયથી ઉપલબ્ધ છે. હવે, સૌરાષ્ટ્ર-કચછમાં રાજકોટમાં પણ ઉપલબ્ધ થઇ છે. ઇન્ફેકશનનું મહત્વ ત્યારે હોય છે. જયારે સમાજમાં ડાયાબીટીસ, કેન્સર વગેરે જેવા રોગોનું પ્રમાણ વધતું જાય છે. આ રોગોની સારવાર દરમ્યાન પણ ઇન્ફેકશન થતું હોય છે. ઘણી વખત આવા રોગોમાં રાહત મળ્યા બાદ ઇન્ફેકશન થવાના કારણે કેસ ગંભીર થઇ જતા હોય છે. તેથી હવે ઇન્ફેકશન સ્પેશ્યાલીસ્ટની ભુમિકા વિસ્તારી રહી છે. લીવર, કીડની વગેરે ટ્રાન્સપ્લાન્ટ બાદ જીવનભર દવા લેવી પડે છે આવી દવાઓથી શરીરની રોગ પ્રતિકારક શકિત ઘટનાથી બીજા ચેપી રોગો થતા હોય છે. ટીબી અને એચઆઇવી જેવા રોગોમાં પણ ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે.

પ્રશ્ર્ન:- ઇન્ફેકશનના લક્ષણો અને તેની સારવાર કયાં કયાં પ્રકારની હોય છે.

જવાબ:- શરદી, ખાંસી, વાઇરલ, તાવ વગેરે કોમન ઇન્ફેકશન છે જેમાં શરીરમાં તાવ, નાકમાંથી પાણી નીકળે, ઉઘરસ આવે વગેરે સામાન્ય લક્ષણો છે પરંતુ જેમ જેમ ઇન્ફેકશન ભારે થતા ગયા બીજી  ચેપ લાગતા જાય તેમાં વધારે પડતો તાવ જે અંગમાં ઇન્ફેકશન થયું હોય તે અંગમાં અસર દેખાય છે. જેમ કે ફેફસામાં ન્યુમોનિયાની અસર હોય તો ખાંસી, કફ, ગળફામાં લોહી નીકળે, મગજમાં ઇન્ફેકશન તાવની અસર હોય તો માથુ દુ:ખે, જોવામાં તકલીફ થાય દર્દી બેભાન થઇ શકે વગેરે જેવા અંગના લક્ષણો જોવા મળે છે. તેનું નિદાન પ્રાથમીક તબકકામાં જ કરવું જરુરી હોય છે.

પ્રશ્ર્ન:- ઇન્ફેકશન ન થાય તે માટે શું કાળજી રાખવાની જરૂર છે.

જવાબ:- ઇન્ફેકશન શરીરની રોગ પ્રતિકારક શકિત પર આધાર રાખે છે. જેના માટે સારો ખોરાક, સારુ જીવન ધોરણ, બિમારી હોય તો તેને કાબુમાં રાખવી, માનસિક રીતે સ્વસ્થ રહેવું જોઇએ બગડેલો ખોરાક ન લેવો જોઇએ, રાજકોટમાં હવે કોઇપણ બિમારીને લગતા તમામ પ્રકારના મેડીકલ રીપોર્ટ થઇ શકે છે. જેથી, લોકોએ ડયા વગર સમયાંતરે પોતાનું ચેકઅપ કરાવવું જોઇએ. લોકોએ પોતાની જાતે દવાઓ લેવી જોઇએ નહીં. ડોકટર પાસે તુરંત નિદાન કરાવવું જોઇએ.

પ્રશ્ર્ન:- વર્તમાન સમયમાં એન્ટીબાયોટીક દવાઓની અસર ઓછી થઇ રહી છે જેની દર્દીઓને હાયર એન્ટીબાયોટીક આપવી પડે છે તેની પાછળનું કારણ શું છે?

જવાબ:- મેડીકલ ભાષામાં એન્ટી માઇકોબીયલ રેજીસ્ટન્ટ કહેવાય છે. છેલ્લા બે દાયકામાં એવા ઉદાહરણો જોવા મળ્યા છે કે જેમાં કોઇ જંતુ માટેનો એન્ટીબાયોટીક દવા શોધવામાં એક થી બે વર્ષમાં આવા જંતુઓ આ દવા અસર કરતી નથી જે માટેના અનેક કારણો છે જરુર પુરતી અને ડોકટરે આપેલા કોર્ષ મુજબની એન્ટીબાયોટીક દવા લેવી જોઇએ. તેમાં પુરતા પ્રમાણમાં ડોઝ પણ લેવા જરુરી છે. એન્ટીબાયોટીક દવા અધુરી કે અપ્રમાણમાં લેવામાં આવે તો બચી ગયેલા જંતુઓ ઇન્ફેકશન ફેલાવવામાં મહત્વનો ફાળો ભજવે છે. જેથી તેને કાબુમાં લેવા હાયર એન્ટીબાયોટીક દવાઓ લેવી પડે છે. ઇન્ફેકશન પર વિશ્ર્વભરમાં યોજાતી કોન્ફરન્સમાં માઇક્રોબીયલ રેજીસ્ટન્ટ પર ભારે ચિંતા વ્યકત કરવામાં આવી છે તે માટે લોક જાગૃતા ફેલાવવાની જરૂર છે.

પ્રશ્ર્ન:- વર્તમાન સમયમાં અવનવા વાયરસ આવી રહ્યા તેનું કારણ શું હોય શકે?

જવાબ:- વાયરસએ સ્માર્ટ કીટાણુ અને બહુરૂપી હોય છે તે મનુષ્ય, પ્રાણી કે પક્ષીના શરીરમાં જાય ત્યાં તેની અલગ અસર ઉભી કરતા હોય છે તેની પ્રજનન શકિત પણ ઝડપી હોય છે તે જે શરીરમાં લાગુ પડે. જે શરીરમાં બંધારણીય ફેરફાર લાવતા હોય છે તેના લીધે મનુષ્યમાં જોવા મળતા સાદા વાઇરસ પ્રાણી  કે પશુમાં અલગ રીતે જોવા મળે છે. જે મનુષ્યને તેનો ચેપ લાગી જવાથી નવી બિમારી ઉભી થતી હોય છે.

પ્રશ્ર્ન:- કોરોના વાયરસે હાલમાં વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. તે કેવી રીતે ફેલાઇ રહ્યો છે?

જવાબ:- ડેન્ગ્યુ, સ્વાઇન ફલુ, કોરોના એ તમામ વાયરસથી થતા રોગના પ્રકાર છે. ૧૯૬૦માં શોધાયેલા કોરોના વાયરસે ભૂતકાળમાં ૨૦૦૨માં ચીનમાં અને ૨૦૧૨ સાઉદી અરેબીયામાં પણ રોગચાળો ફેલાવેલો હતો. હાલમાં ચીનના વુહાન શહેરમાંથી આ રોગચાળો બહાર નીકળેલો છે. તે એક વાઇરલ ફલુ બિમારી છે તેનાથી શરીરમાં તાવ, શરદી, ખાંસીથી શરુઆત થાય છે અને ધીમે ધીમે ગંભીર સ્વરુપ ધારણ કરીને ન્યુમોનીયા કરતું હોય છે. જે બાદ મલ્ટી ઓર્ગન ફેલીયર તરફ આગળ વધતું જાય છે. તેની પ્રારંભિકથી નિદાન કરાવવાની જરૂર નથી. જો કે ભારતમાં આ રોગચાળો ન ફેલાય તે માટે સરકાર અને મેડીકલ ફિલ્ડે આગોતરી તૈયારી કરી લીધી છે. આ રોગનો ખોટો ભય રાખવાની જરુર નથી.

પ્રશ્ર્ન:- બાળકોને તો રસીકરણ કરવામાં આવે છે પરંતુ હવે પુખ્તવયના લોકોને પર રસીકરણ કરવામાં આવે છે તે શું છે?

જવાબ:- ૬૦ વયથી વધારે વયના લોકોના શરીરમાં રોગ પ્રતિકારક શકિત ઓછી થઇ જતી હોય છે. જેથી તેઓ તુરંત ઇન્ફેકશનનો શિકાર બનતા હોય છે. જેમના માટે સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિયા, સ્વાઇન ફલુ, હેપેટાઇસીસ-એ, હેપેટાઇસીસી-બી યલો ફીવર, ટાઇફોઇડ વગેરે રોગો ન થાય તે માટે રોગપ્રતિકારક રસી  હવે આપવામાં આવે છે. આ રસી દ્વારા આવા રોગોને થતા અટકાવી શકાય છે. મોટી ઉંમરના લોકોને થતાં આવક રસીકરણ અંગે હવે જનજાગૃતિ લાવવાની જરૂર છે.

પ્રશ્ર્ન:- હાલમાં ઇન્ફેકશન પર કયાં પ્રકારના રીસર્ચો થઇ રહ્યા છે.

જવાબ:- ઇન્ફેકશન પર ભારત સહિત વિશ્ર્વભરમાં સંશોધનો થઇ રહ્યા છે. એચઆઇવી રોગના દર્દીઓમાં વિશ્ર્વભરમાં ભારતનો બીજો નંબર છે. જેમાં હવે અનેક નવા સંશોધનો થયા છે. જેથી એક સમયે જીવલેણ ગણાતા એચઆઇવી રોગમાં નિયમિક નિદાન અને ચેકઅપની સારી રીકવરી લાવી શકીએ છીએ. ડેન્ગ્યુની વેકસીન હાલમાં રીચર્સ માં છે. તેમાં ૮૦ ટકા સફળતા જોવા મળે છે. નવી નવી એન્ટીબાયોટીક અને ફંગલ દવાઓ શોધાઇ રહી છે. મેડીકલ ફીલ્ડમાં સતત થતા નવા સંશોધનોના કારણે માણસનું આયુષ્ય વઘ્યું છે. અને ઉપરાંત માણસ સારી રીતે નિરોગી જીવન જીવી શકે તે માટે મેડીકલ ફીલ્ડ સંશોધનો કરી રહ્યું છે.

‘અબતક હેલ્થવેલ્થ’

અબતક હેલ્થ વેલ્થમાં ઇન્ફેકશન પર સૌરાષ્ટ્ર-કચ્છના પ્રથમ ઇન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ એવા રાજકોટ ડો. આકાશ દોશી સાથેની મુલાકાત નિહાળો આજે રાત્રે ૯.૪૫ કલાકે માત્ર અબતક ચેનલ પર.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.