કોરોના સંક્રમણથી બચવા માટે કોરોના રસીકરણ એ શ્રેષ્ઠ ઉપાય છે. આરોગ્ય તંત્ર દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના અને 60 વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સિનઆપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મફત વેક્સિન આપવામાં આવી રહી છે. ઉપરાંત દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 45 થી 60 વર્ષ સુધીના 90,050 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના 97,276 લોકોએ પ્રથમ ડોઝ એમ કુલ 1,87,326 લોકોએ કોરોના રસી લીધી છે. આવા જાગૃત નાગરિકોએ પોતાની જાતને તો સુરક્ષિત કરી પોતાના કુટુંબને પણ સંક્રમણથી બચાવ્યું છે. તે બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રએ લોક સહયોગને આવકાર્યો છે.

આ કામગીરીમાં લોક આગેવાનો, ચૂંટાયેલ પ્રજાના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, સ્વૈછિક સંસ્થાઓ વગેરે લોકોએ સક્રિય પણે ભાગ લઈ વધુમાં વધુ લોકોને રસી અપાવવા સતત પ્રયત્ન કરી રહેલ છે. આવી માનવ સેવાના કામમાં સહભાગી થવા બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર તેમનો આભાર માને છે.તાજેતરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેથી કોરોનાના સંક્રમણ થી બચવા રસીકરણ એ શ્રેષ્ઠ ઉપાય છે. આ રસી અંગેની ખોટી માન્યતાઓ કે અફવાથી ભરમશો નહીં. આ રસીની આડ અશર નહિવત છે. તેથી તમામ લોકોને આ રસીકરણનો લભ લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર  ખાસ ભાર પૂર્વક અપીલ કરે છે. આ વેક્સિન મેળવવા લાભાર્થીએ સરકારની કોવિન 2.0 પોર્ટલ ઉપર, આરોગ્ય સેતુ એપ થકી પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. જો અગાઉ નામ રજીસ્ટર કરાવેલ ન હોય તો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો અને પ્રધાનમંત્રી જાણ આરોગ્ય યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પીટલમાં રૂબરૂ સ્થળ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.