રેલી, ઉન્નતી સ્કૂલ, પુ‚ર્ષા સ્કૂલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર અને મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રેલી
આગામી ૧૬મી જુલાઈથી રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે લોકોમાં જાગૃતિ માટે શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, ઉન્નતિ સ્કૂલ, પુરુષાર્થ સ્કૂલ ઉપરાંત કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નં.૧માં ભગાવો દેશ બચાવોનાં નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉપરાંત શિક્ષકોએ ભાગ લીધો હતો.
આ રેલી અંગે વધુ વિગત આપતી ડો.અલ્પેશ મોરજરીયાએ જણાવ્યું કે, આરએમસી દ્વારા ઓરી અને રૂબેલાનો કાર્યક્રમ છે તેને અનુસંધાને રાખેલ છે. રેલીની શરૂઆત શ્યામનગર આરોગ્ય કેન્દ્રની કરવામાં આવેલ હતી અને વોર્ડ નં.૧માં રેલી યોજેલ હતી.
ઉન્નતિ વિદ્યાલયનાં કેમ્પસ હેડ ચાંદિનીબેને જણાવ્યું હતું કે, ખાસ તો અંગે લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં ઓરી અને રૂબેલાનાં રોગો ફેલાય છે તેનું કારણ માત્રને માત્ર અપુરતી માહિતી જ છે તો લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ડો.સમિર ગઢિયા કે જેઓ શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં આર.બી.એસ.કે. મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ૧૬મી જુલાઈી ૯ મહિનાી લઈ ૧૫ વર્ષ સુધીના તમામ બાળકો માટે ઓરી અને રૂબેલા અટકાયતી રસીકરણ સામૂહિક કાર્યક્રમ શ‚ વા જઈ રહ્યો છે.
એ સંદર્ભે વોર્ડ નં.૧નાં આંગણે શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ઉન્નતી સ્કૂલ, પુરુર્ષા સ્કૂલ અને આરએમસીના સંયુક્ત ઉપક્રમે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો ખાસ ઉદેશ લોક જાગૃતિનો છે. દરેક માતા-પિતા તેના બાળકોને ઓરી, રૂબેલા અટકાયતી રસીકરણ કરાવે અને અટકાવી નાબુદ કરી શકાય.