પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણમાં 100 કરોડનો લક્ષ્યાંક પાર કર્યો છે. આ ભવ્ય સફળતા મેળવ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ ઉજવણીના ભાગ રૂપે તેઓ આજે એક ખાસ ગીત અને ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ થયું લોન્ચ . આ ગીત ભારતના આરોગ્ય કર્મચારીઓ અને રસીના બંને ડોઝ લેનાર જનતાનો આભાર માનવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

આ ગીત પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર દ્વારા ગાવામાં આવ્યું છે, ગીતના લિરિક્સ 27 વર્ષના એન્જિનિયર અને ગીતકાર પાર્થ તરપરા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતને ગીત કંપોઝ કરવામાં પાર્થને માત્ર બે દિવસ લાગ્યા હતા. આ ગીતના શબ્દો છે ‘ મેરે ભારત કા યે વિશ્વાસ હૈ, યે એક નયા ઈતિહાસ હૈ’ ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ છે જેમાં સમગ્ર ભારતના રસીના ડોઝ લેનાર લોકોને દેખાડવામાં આવ્યા છે.

પાર્થે કહ્યું, “આ ગીત એક વિશાળ સીમાચિહ્નરૂપ છે હુ આ ગીતને વિશેષ બનાવવા માંગતો હતો. હું ઈચ્છતો હતો કે આ ગીત તે ભારતીય મૂલ્યો સાથે જોડાય”

ગીતની પ્રેરણા અંગે પાર્થે કહ્યું કે, ‘મહાકાવ્ય મહાભારતમાં તેમને કર્ણ પરથી તેને આ ગીતની રચના કરવાની પ્રેરણા મળી હતી કારણ કે તેમની પાસે રક્ષાકવચ હતું જેનાથી તે એક શક્તિશાળી યોધ્ધા બની શક્યો હતો. હાલના ભારતીયો કોરોના મહામારી સામે લડી રહ્યા છે અને વેક્સિનથી રક્ષણ પ્રાપ્ત કરવા માટે સક્ષમ થઈ ગયા છીએ. 100 કરોડ રસીકરણનો ઉલ્લેખ કરતા પાર્થે કહ્યું કે, અમારી પાસે પણ ‘રક્ષાકવચ’ છે.

પાર્થ ગુજરાતના જામનગર જિલ્લાના નિકવા ગામનો રહેવાસી છે. જ્યારે મનસુખ માંડવિયાને તેના ટેલેન્ટ વિશે જાણવા મળ્યું ત્યારે તેણે પાર્થને આસામની પ્રખ્યાત બ્રહ્મપુત્ર નદી પર સમર્પિત ગીત લખવા માટે રોક્યા હતા, ત્યારે તેઓ કેન્દ્રિય ફર્ટિલાઇઝર મંત્રી હતા.

આ વર્ષે ફેબ્રુઆરીમાં, પાર્થે “જીબોન ધારા બ્રહ્મપુત્ર” ની રચના કરી હતી, તે ગીત પણ કૈલાશ ખેરે જ ગાયું હતું. આ ગીત ત્વરિત હિટ બન્યું અને પાર્થને તત્કાલીન મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ તેઓને ઘણી પ્રશંસા મળી હતી.મલ્ટીટેલેન્ટેડ પાર્થે આરજે બનવામાં પણ હાથ અજમાવ્યો છે. તેમણે 2018 માં લગભગ એક વર્ષ અમદાવાદમાં માય એફએમ સાથે કામ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.