વેકેશન દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળોના ‚ટની બસમાં મુસાફરોની ચિક્કાર ગીરદી: લાંબા ‚રૂટ ઉપર એકસ્ટ્રા બસો દોડાવવી પડી: રાજકોટ ડિવિઝનની આવક વધી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ ઉનાળુ વેકેશન દરમિયાન એસ.ટી. બસોમાં મુસાફરી કરતા લોકોની અવર-જવર વધી છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં રાજકોટ એસ.ટી. ડિવીઝનમાં ૩,૩૧,૧૨૭ રીઝર્વેશન બુકિંગ થતા નવો વિક્રમ નોંધાયો છે.
રાજકોટ એસ.ટી. ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, વેકેશનના માહોલમાં હરવા-ફરવા અને ધામિક સ્થળે જતા મુસાફરોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે.
રાજકોટથી ઉપડતી મોટાભાગની બસોમાં ચિક્કાર ટ્રાફીક જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ ડેપોની ગઈકાલે એક જ દિવસમાં ૨,૦૯,૧૧૨ એડવાન્સ બુકિંગ નોંધાયા છે. જયારે સમગ્ર રાજકોટ ડિવીઝનમાં ૩,૩૧,૧૨૭ એડવાન્સ બુકિંગ નોંધાયા છે.
રાજકોટ ડિવીઝનમાં એક જ દિવસમાં એડવાન્સ બુકિંગનો આંકડો દિન-પ્રતિદિન વધતા નવા વિક્રમ સર્જાય રહ્યા છે ત્યારે ગઈકાલે રાજકોટ ડેપોના ૨,૦૯,૧૧૨ રીઝર્વેશન થયા હતા. જયારે મોરબી ડેપોના ૩૯,૭૭૯, ગોંડલ ડેપોના ૩૩,૨૯૩, સુરેન્દ્રનગર ડેપોના ૧૭,૧૯૨, લીંબડી ડેપોમાં ૭૨૬૯, ધ્રાંગધ્રા ડેપોમાં ૧૧૦૯૯, જસદણ ડેપોમાં ૯૫૧૬, ચોટીલા ડેપોમાં ૩૮૬૭ રીઝર્વેશન એસ.ટી.ના ચોપડે નોંધાયા છે.
રાજકોટ એસ.ટી.ડેપોમાંથી જુદા-જુદા ‚ટ ઉપર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ઉનાળુ વેકેશન દરમિયાન સહેલાણીઓ હરવા-ફરવા પ્રવાસન અને ધાર્મિક સ્થળે પરિવહન કરી રહ્યા છે.
ત્યારે મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસ.ટી.તંત્રએ વધારાની બસો પણ દોડાવવી પડી છે. રાજકોટ એસ.ટી.ડિવીઝન અંતર્ગત આવતા આઠ જેટલા ડેપોમાં પણ રીઝર્વેશન સતત વધી રહ્યા છે. એસ.ટી. બસોમાં હાલ વેકેશન ફીવર છવાયું છે.