સંવનનકાળ માટે ચાર મહિના ગીર અભ્યારણ્યમાં સહેલાણીઓને પ્રવેશ નહીં મળે
ગીરમાં વસતા ગીરના સિંહોના સંવનનકાળ ચોમાસાના ચાર મહિનાઓમા ગીરના અભયારણ્યમાં પ્રવાસીઓની પ્રવેશબંધીની એક આગવી પરંપરા છે આ વર્ષે પણ ૧૬મી જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી વરરાજાનું શરૂ થઈ ગયું છે, ત્યારે હવે ૧૬મી ઓક્ટોબરથી ગીરમાં પ્રવાસીઓને પ્રવેશ મળશે. હવે તો ઓનલાઇન બુકિંગની પ્રક્રિયા છે, ત્યારે દર વર્ષે વેકેશન ખુલતાની સાથે જ સિંહ દર્શનનો લાભ લેવા માટે વિશ્વભરના ટુરિસ્ટો અગાઉથી જ બુકિંગ કરાવી દેશે અને મહિનાઓ સુધીની સફારી ટુર પેક થઈ જાય છે, ગીરમાં દર પાંચ વર્ષની સિંહ વસ્તી ગણતરીમાં સિહોનો ઉતરોતર વધારો થતો હોવાનો આંકડો સિંહ પ્રેમીઓ માટે આનંદનો વિષય બની જાય છે,
આ વખતે કોરોના કટોકટીને લઈને પંચ વર્ષીય સિંહ વસ્તી ગણતરી મુલતવી રહી હતી, પરંતુ પૂનમ સિંહ અવલોકનમાં આ વખતે પણ સિંહોની વસ્તી વધી હોવાનું આંકડો બહાર પાડવામાં આવ્યો છે, હવે જ્યારે ત્રણ મહિનાનું સિહ વેકેશન અને વનરાજ માટે કુટુંબના સભ્યો સાથે સમય વિતાવવાનો અને સવનનનો સમય શરૂ થયો છે, ત્યારે આ વખતે પણ અવશ્યપણે સિંહ દંપતીઓને ત્યાં નાના સિંહબાળના પાલના બનાવવાના છે.
સિંહની વસ્તી ૬૦૦ નો આંકડો પાર કરી ચૂકી છે હવે આ ચાર આંકડા માં ક્યારે પહોંચે તેની સીહ પ્રેમીઓમાં ઇન્તેજારી છે, સિહોના આ વર્ષના વેકેશનનો ૧૫ મી જૂનથી પ્રારંભ થઈ ચૂક્યો છે, અને હવે સિંહ દર્શન માટેના ગિરના દરવાજા ૧૬ મી ઓક્ટોબરે ખુલશે.