ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા દરેક સરકારી ગ્રાંન્ટેડ શાળાઓ પાસેથી મહિનાઓ પહેલા તેમની શાળામાં જોઇતા પાઠ્ય પુસ્તકોના ઇન્ડેન્ટ મંગાવી લીધા હતા અને અગાઉના વર્ષમાં વેકેશન પહેલા જ તમામ શાળાઓમાં પાઠ્ય પુસ્તકો પહોંચી જતા હતા પરંતુ આ વર્ષે જૂનની શરૂઆતમાં જ શાળાઓનું વેકેશન પૂર્ણ થાય છે ત્યારે હજુ પુસ્તકોના આવતા આ બાબતે દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઇ આચાર્ય, મહામંત્રી જગમાલભાઇ ભેટારિયા તથા અધ્યક્ષ સિહોરા દ્વારા પાઠ્ય પુસ્તક મંડળ તથા જિ.શિ. તથા આચાર્ય સંઘના હોદ્ેદારોને રજૂઆત કરાઇ છે.
હાલ કોરોના મહામારીમાં શાળા ભલે ચાલુ ન થાય પરંતુ ઓનલાઇન અને ઘેરથી અભ્યાસક્રમ કરવાનું થાય તો છાત્રોને પાઠ્યપુસ્તકોની ખાસ જરૂર પડતી હોય પુસ્તકો તાકીદે પહોંચાડવા તથા બે વર્ષની પુસ્તક વિતરણ સંચાલનનું મહેનતવાળું પણ ના ચુકવાયું હોય તે પણ ચુકવવા માંગ કરવામાં આવી છે.