આયોજન બઘ્ધ પ્રવાસ માટે વિવિધ પ્રકારના પેકેજીસ ટુર્સ એન્ટ ટ્રાવેર્લ્સ દ્વારા તૈયાર કરાયા: આ વખતે ફેમીલી પેકેજીસ પર વધુ ઘ્યાન કેન્દ્રીત
સમર ટ્રાવેલ સીઝનનું બુકીંગ ફેસ્ટીવ હોલીડેઝ સંગ
આગોત૨ા બુકીંગથી સમગ્ર ફેમીલીનો આનંદ બેવડાઈ જાય છે તથા પ્લાનીંગ પણ વ્યવસ્થિત થઈ શકે છે
ફેસ્ટીવ હોલીડેઝ (૨ાજકોટ) નાં ઓન૨ શ્રી અભિનવ પટેલ ઉત્સાહિત સ્વે૨ જણાવે છે કે સમ૨ ટ્રાવેલ સીઝનનું બુકીંગ એકદમ જો૨શો૨થી ચાલી ૨હયુ છે. લોકો દેશલ્વિદેશનાં પયટન સ્થળોમાં ફ૨વા માટે બુકીંગ ક૨વા ધસા૨ો ક૨ી ૨હયા છે. ભયંક૨ ગ૨મીથી છુટકા૨ો મેળવવા લોકો દુબઈ જેવા ગ૨મ પ્રદેશ ક૨તાં સીંગાપો૨ ,મલેશીયા , થાઈલેન્ડ જેવા આકર્ષક દેશોમાં જવાનું પસંદ ક૨ી ૨હયા છે. તેની સાથે મળતી સેવન સ્ટા૨ જેન્ટીંગ ડ્રીમ કુુુઝ કે જેનો આનંદ નાના મોટા સૌ કોઈ સમગ્ર ફેમીલી સાથે લઈ શકે છે તેના બુકીંગ માટે ૨ીતસ૨ની પડાપડી થઈ ૨હી છે. ફા૨લ્ઈસ્ટનાં આ દેશોમાં એટલી ધમાલ મસ્તી ભયા વિશ્વવિખ્યાત ડેસ્ટીનેશન્સ જેવાકે યુનીવસલ સ્ટુડીઓઝ, સેન્ટોસા આઈલેન્ડ, વિગે૨ છે કે જેની મોજ માણવા બાળકો તથા યુવાઓ ઉતાવળા થતા હોય છે. આ દેશોમાં તથા ડ્રીમ કુ્રઝમાં મળતા સ્વાદીટ ભા૨તીય ભોજન અહી ફ૨ીથી આવવા લલચાવે છે. આપણા દેશમાં આવેલ અમુક ડેસ્ટીનેશન્સ ક૨તા પણ આ દેશોની ટુ૨ મોજમસ્તી ભ૨ી નિવડે છે. જેમ જેમ ગ૨મીનો પા૨ો વધતો જાય છે તેમ તેમ વેકેશનનો લાભ લેવા લોકોનો ધસા૨ો વધતો જાય છે. અભિનવભાઈ જણાવે છે કે છે૮લા સમયની દોડાદોડી અને ભાવવધા૨ાથી બચવા અગાઉથી વહેલાસ૨ બુકીંગ ક૨ાવીને આ૨ામથી પ્રવાસ ક૨વાથી સ્ટ્રેસથી બચી શકાય છે. અમુક લોકોએ તો જન્માષ્ટમી નું પણ બુકીંગ ક૨ાવવાનું શરૂ ક૨ી દીધુ છે. આગોત૨ા બુકીંગથી સમગ્ર ફેમીલીનો આનંદ બેવડાઈ જાય છે તથા પ્રિલ્પ્લાનીંગ પણ વ્યવસ્થિત થઈ શકે છે. એમાં પણ ફેસ્ટીવ હોલીડેઝ જેવી પ્રવાસીઓની જાણીતી અને માનીતી કંપની ખાતે દ૨ેક પ્રવાસીઓને અદભૂત સ૨પ્રાઈઝ મળવાની પ૨ંપ૨ા મુજબ આ સીઝનમાં પ્રવાસીઓને ઘણા સા૨ા સ૨પ્રાઈઝિસ મળી ૨હયા છે. પ્રવાસની અદભૂત શોખીન એવી સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજા આ વેકેશનનો લાભ પૂ૨જોશમાં લઈ ૨હી છે. તમામ પ્રવાસીઓને શુભેચ્છાઓ.
સમર વેકેશન પેકેજીસ માટે યશ ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમના વિવિધ પેકેજીસ ઉપલબ્ધ
અબતક સાથેની વાતચીતદરમિયાન યશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના યશભાઇએ જણાવેલું કે, પહેલા વેકેશન પડતાં જ બધા લોકો ત્યાં જતા રહેતા હોય છે. પરંતુ હવે સમય બદલાઇ ગયો છે. હવે બધા લોકો વેકેશનમાં ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય છે. ઉનાળામાં લોકો ઠંડા પ્રદેશમાં જવાનું વધુ પસંદ કરતા હોય ત્યારે અમે લોકો સિમલા-મનાલી, ડેલહાઉસી વગેરે જગ્યાએ, દિલ્હી વન-વે પ્લેન ટીકીટ સાથે રૂ.૨૦ હજારમાં લઇ જઇએ છીએ. તથા કેરાલા, મુનાલ, કોચીન, ક્ધયાકુમારી વગેરે સ્થળોએ રૂ.૩૫ હજારમાં પ્લેન ટીકીટ સાથે લઇ જઇએ છીએ. અને ગોવા જવામાં ૪ રાત અને પાંચ દિવસના ફક્ત રૂ.૧૬ હજાર નિર્ધાર કરેલા છે. જ્યારે ઇન્ટરનેશનલ પેકેજમાં તેમણે જણાવેલુ કે, છ રાત્રી અને સાત દિવસનું પેકેજ છે જેમાં દુબઇ, અબુધાબી સીટી ટુરનું રૂ.૬૦ હજારનું પેકેજ ડિઝાઇન કરવામાં આવેલ છે. બેંગકોક, પટાયાનું ચાર રાત પાંચ દિવસનું રૂ.૩૦ હજારમાં એરટીકીટ સાથે પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે તેમ યશભાઇ સાથેની વાતચીતમાં જણાવેલું હતું.
બજેટ ઓછુ છે ? તો કિફાયતી પેકેજમાં પ્રવાસનો આનંદ માણો અક્ષર ટ્રાવેલ્સને સંગ
મોંઘવારીના જમાનામાં પોસાય તેવા દરે શુઘ્ધ ગુજરાતી ભોજન સાથે પ્રવાસમાં જલ્સા કરાવતી સંસ્થા: બાળકો માટે સ્પે.ડિસ્કાઉન્ટ
અબતક સાથેની વાતચીતમાં અક્ષર ટ્રાવેલ્સના ઓનર અશોકભાઇ પરમાર જણાવે છે કે, સૌરાષ્ટ્રના લોકો કપલ ટુર માટે સિમલા, મનાલી અને નૈનીતાલ જતા હોય છે. અક્ષર ટ્રાવેલ્સની કંપની ભારતના પર્યટન સ્થળોમાં દરેક જાતના પ્રવાસ તેમજ વડીલો માટે ઉત્તરાખંડ, દિલ્હી, અક્ષરધામ વગેરે સ્થળોએ લઇ જાય છે. લોકો એપ્રિલ-મેમાં હિમાચલ પ્રદેશ-નેપાલ તરફ જતા હોય છે. દરેક સમર વેકેશનમાં પેકેજીસ હોય છે. તેમજ ઉત્તરાખંડમાં પ્લેનમાં લઇ જતા હોય છે. આવા મોંઘવારીના સમયમાં દરેક પ્રવાસીને પરવડે તે મુજબ પેકેજ એરેન્જ કરી દેવામાં આવે છે. અક્ષર ટ્રાવેલ્સમાં ટુર પર જવાનું લોકોને એક કારણ એ હોય છે કે ઓછા બજેટમાં વધુ સગવડો કેમ આપવી તેવા પ્રયત્નો કરવામાં આવે છે. બીજુ એ કે, લોકોને અમે કોઇપણ જાતની તકલીફ પડવા દેતા નથી. દરેક ટુરમાં અમારા રસોયા અને મેનજર સાથે હોય છે.
રામેશ્ર્વર, ક્ધયાકુમારી, કેરલ, મધુરાય, શ્રીરંગમ જેવા ધાર્મિક તથા હરવા ફરવા માટે માધવ યાત્રા સંઘ પર્યટકોની પહેલી પસંદ
ર૦૦ જેટલા મુસાફરોને લઇ ટુર પર જનાર માધવ યાત્રા સંઘના સંચાલિકા હીનાબેન રાજપૂત
ઉનાળાની શરૂઆત થતાં જ દર્શન સ્થળ તથા રમણીય સ્થળ હરવા ફરવા માટે જાણીતા માધવ યાત્રા સંઘના ગ્રાહકો સૌથી વધુ રામેશ્ર્વર, ક્ધયાકુમારી, કેરલ, મધુરાય, શ્રીરંગમ જેવા ધાર્મિક તથા હરવા ફરવા માટેની માંગ રહે છે. તથા ગ્રાહકોને ઘર જેવું ફીલ થાય અને ઘર જેવું જમવાનું મળી રહે તે માટે રસોઇયાઓની પણ સાથે રાખવામાં આવે છે. અને કોઇ ટુરીસ્ટને નાની મોટી સમસ્યા થાય તો બેઝિક દવાઓ પણ સાથે રાખવામાં આવે છે. તથા જાણીને નવાઇ લાગશે કે એક સાથે ર૦૦ જેટલા મુસાફરોને લઇ જનાર માધવ ટુર્સ નું સંચાલન કરનાર મહીલા હીનાબેન રાજપૂત જણાવે છે કે તેમના હરવા ફરવાના વધુ શોખને લીધે તેમણે આ બિઝનેસમાં ઝંપલાવ્યું તથા શોખ હોવાને કારણે તેઓ આ કાર્ય વધુ સારી રીતે કરી શકે છે. ટુર્સ ને સારી રીતે સંચાલીત કરતા હીનાબેન જણાવે કે ટુર્સ સકસેસ જાય તેનું એક રહસ્ય પ્લાનીંગ પણ છે તેઓ નાની નાની ડીટેઇલ્સ પણ પ્લાનીંગ કરે છે.
એયર ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના વિવિધ આકર્ષક ડોમેસ્ટીક અને ઈન્ટરનેશલ ટુર્સ પેકેજ પસંદ કરતા ગુજરાતી પ્રવાસીઓ
હિમાચલ પ્રદેશ, દાર્જિલિંગ ગંગટોક, કેરેલા તથા ચારધામની યાત્રા તેમજ સીંગાપૂર મલેશિયા, યુરોપના વિવિધ ટુર પેકેજીસ
એયર ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના ઓનર નવલભાઈ પટેલ એ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશલ બંને પ્રકારની ટુર્સના પેકેજીસ ચલાવે છે જેમાં ડોમેસ્ટીકમાં હિમાચલ પ્રદેશ, દાર્જિલિંગ ગંગટોક, કેરેલા તથા ચારધામની યાત્રા અને ઈન્ટરનેશનલ ટુર્સમાં દુબઈ, યુરોપ, હોંગકોંગ, મકાવ વગેરે કરીએ છીએ. આ વખતે સૌથી વધુ લોકો ઠંડા પ્રદેશ જેવા પ્રદેશમાં જવાનું પસંદ કરે છે. જેવા કે હિમાચલપ્રદેશ, દાર્જિલીંગ, ચારધામ વગેરે અને વિદેશમાં સીંગાપૂર મલેશિયા, યુરોપમાં જવાનું પસંદ કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે અમારા ગ્રાહકો માટે ફલાઈટના જ પેકેજીંસ ડિઝાઈન કરેલા હોય છે. જેમકે અમદાવાદથી દિલ્હી ત્યાંથી અમારા વાહનો મુસાફરોને લઈને મુસાફરી કરાવે છે. અને રહેવા જમવાની સાથે અનેક પ્રકારની સુવિધાઓ અમો આપીએ છે. ટુર દરમિયાન કોઈ આકિસ્મક કે ગંભીર બનાવ બને તો અમારા ટુર મેનેજમેન્ટ દ્વારા તેમની ખાસસાર સંભાળ લેવામાં આવે છે. તથા અમે ગ્રાહકને તમામ પ્રકારની સુવિધાઓ આપીએ છીએ.
વૃંદાવન યાત્રા સંઘ પ્રવાસન ક્ષેત્રમાં ૧૯૫૬થી અડીખમ
નેપાળ, દાર્જીલીંગ, કાશ્મિર, હિમાચલ તથા ઉત્તર-દક્ષિણ ભારત, ચારધામ અને બાર જયોર્તિલીંગ યાત્રા પ્રવાસના સફળ આયોજનો
અબતક સાથેની વાતચીત દરમિયાન વૃંદાવન યાત્રાસંઘના ઓનર વૈકુંઠભાઈ નિમાવતએ જણાવ્યું કે અમે ચારધામની યાત્રા, બાર જયોતિર્લીંગ, ઉત્તરાખંડ ચારધામ નેપાળ, દાર્જિલિંગ, મનાલી, સિમલા, ડેરલ દક્ષિણભારત ઉત્તરભારત વગેરે જગ્યાએ ટૂર કરીએ છીએ. અમો વર્ષ દરમિયાન પંદરથી ૧૭ ટુર્સ કરીએ છીએ. અમે એલ.ટી.સી. પ્રવાસો અમે કરીએ છીએ જે સરકારી કર્મચારીઓ અમારી સાથે આવે તેને સરકાર ભાડાના ‚પિયા આપે છે. અમે મુસાફરોને રહેવા, જમવા, હોટલ તથા બીજી ઘણી બધી સુવિધાઓ આપીએ છીએ. જો કોઈ આકિસ્મક બનાવ બને તો વાહન વિમો તો હોય છે. અને પેસેન્જરનો અનલિમિટેડ વિમો આવે છે. કાંઈપણ થાય તો વિમાકંપની ચૂકવે છે અને બધી જવાબદારીમાં અમે તેમની સાથે જ હોઈએ છીએ.
આ વેકેશનમાં કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સથવારે હીલ સ્ટેશનની સફર ખેડો
કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓફિસનું વિલે પાર્લે (મુંબઇ) ખાતે રાજીવ અમરીશ પુરીના હસ્તે ઉદ્ઘાટન
અત્યારની ઈન્કવાયરી પ્રમાણે એવું લાગે છે કે, સિમલા, મનાલી, ગોવા, મહાબળેશ્ર્વર, લોનાવાલા, દાર્જીલીંગ, કેરાલા પેકેજ વધારે તો લોકો સિમલા, મનાલી પસંદ કરે છે અને ગરમીથી બચવા પબ્લિક હીલ સ્ટેશન વધુ પસંદ કરે છે. જેથી કરી પબ્લીકને ગરમીમાં ઠંડીનો અહેસાસ થાય એટલે કહી શકાય કે િસમલા, મનાલી અત્યારે બેસ્ટ છે. દર મહિને થાઈલેન્ડ, દુબઈ, સિંગાપોર, મલેશિયા, બાલી, માલદિવ્સ જેવા અનેકો પેકેજીસ છે. આ ઉનાળામાં યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયાનાં અનેકે પેકેજીસ મુકેલા છે. અત્યારે લોકોનો ક્રેઝ સિંગાપોર, મલેશિયા અને બાલી તરફનો તથા હોંગકોંગ અને મકાઉ પણ છે.
૧૦ એપ્રિલ પછી ઈન્કવાયરી વધુ મળશે. સૌરાષ્ટ્રની જનતા માટે આ ખુબ સારી વાત છે, કે કેશવી એ સૌરાષ્ટ્ર માટે એક ઓફિસ શ‚ કરી હતી ત્યારે અનેક બ્રાંચ ગુજરાતમાં ખોલી, પરંતુ ગુજરાત બહાર ખોલનારી કેશવી ટુર્સ પહેલી એવી કંપની છે, જે વિલે વાર્લેમાં સ્થિત છે. સૌરાષ્ટ્ર બેઝ કંપની છે જેથી લોકો વધુ પસંદ કરે છે અને બીજી ખાસ વાત એ છે કે શુઘ્ધ અને સાત્વીક શાકાહારી ભોજન આપી છીએ. ટુરમાં જોડાતા લોકોને તેમ કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં બ્રાંચ મેનેજર વિશાલ લાઠીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વેકેશનમાં પ્રવાસના આનંદના દરિયામાં ‘ડોલ્ફીન’ ટુરીઝમની સાથે લગાવો ડુબકી
બેસ્ટ કેટેગરી સુંદર સ્લીપર સિટીંગ બસ, ડિલકક્ષ કેટેગરીની હોટલ સુવિધા, ગુજરાતી સ્ટાફ દ્વારા તૈયાર કરાયેલ શુધ્ધ કાઠીયાવાડી ભોજનનો રસથાળ વગેરે સર્વિસ સાથેનું ઓલ ઇન્ડિયા ટુરનું આયોજન કરે છે
ડોલ્ફીન ટુરીઝમ પ્રા.લી.ના એમ.ડી. શ્રી દિપકભાઈ સોલંકીનું કહેવું છે કે બસ પ્રોગ્રામમાં પેસેન્જરને સારો આરામદાયક સ્લીપર બસ હોવાથી આરામ મળી રહે છે. સારી ડિલકક્ષ કેટેગરીની હોટલ સુવિધાને ખાસ તો એ છે ગુજરાતી વ્યકિતને બારના રાજયમાં ગુજરાતી કેટેગરીની સુવિધા મલે એ ખાસ સારી બાબત છે. અમારા ઓલ ઈન્ડીયા ફરેલા અનુભવી ગુજરાતી ટુર મેનેજરનો સાથ તો ખરોજ તેમજ ટોટલી બસનું ટુર મેનેજમેન્ટ યોગેશભાઈ ચોટલીયાના સુંદર આયોજન હેઠળ અમારા ઓલ ઈન્ડીયા ટુર કરેલા અનુભવી મેનેજરનો સાથ તો ખરોજ.
ડોલ્ફીન ટુરીઝમ પ્રા.લી.ના એમ.ડી. શ્રી દિપકભાઈ સોલંકીનું કહેવું છે કે અમારા બસના દરેક પ્રોગ્રામ ઓલ ઈન્ડીયા ફરેલા અનુભવી મેનેજમેન્ટ શ્રી યોગેશભાઈ ચોટલીયાની દેખરેખ નજર હેઠળ સુંદર મજાના પ્રવાસનું આયોજન અનુભવી ટુર મેનેજર સારી હોટલ, બેસ્ટ કેટેગરી સુંદર સ્લીપર સિટીંગ બસ તેમજ ગુજરાતી વ્યકિત જેમના શોખીન છે.કે બહારનાં રાજયમાં ગુજરાતી સ્ટાફ દ્વારા તૈયાર કરાયેલ શુધ્ધ કાઠીયાવાડી ભોજનનો રસ થાળતો ખરોજ.
ડોલ્ફીન ટુરીઝમ પ્રા.લી.ના એમ.ડી.શ્રી દિપકભાઈ સોલંકી જણાવે છે કે અમારા દરેક બસ પ્રવાસનું સુંદર આયોજન ઓલ ઈન્ડીયા ટુર અનુભવી શ્રી યોગેશભાઈ ચોટલીયાના મેનેજમેન્ટ હેઠળને ખાસ કરીને કે ગુજરાતી વ્યકિત જેમના શોખીન છે. તે શુધ્ધ કાઠીયાવાડી, જમવાનું અમારો ગુજરાતી રસોઈ સ્ટાફ બહારના રાજયમાં સ્વાદીષ્ઠ ભોજનો રસથાળ પીરસે પછી પ્રવાસીને બીજુ શું જોઈએ સારી સર્વીસતો ડોલ્ફીન ટુરીઝમને સંગ.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર પેકેજ માટે બેસ્ટ ટૂર્સની અપ્રતિમ ચાહના
બાલી, બિસ્કેક, ભુટાન, શ્રીલંકા, માલદિવ, જર્યોજીયા, સીંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ , થિકુઝ, હોગકોંગ, મકાઉ, યુએસએ, યુરોપ વગેરે ટુર માટે આકર્ષક પેકેજ: ગ્રુપ ટુર માટે ‘બેસ્ટ’ વિકલ્પાે
અબતક સાથેની વાતચીત દરમિયાન બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સના ઓનર દિપકભાઈ કારીયાએ જણાવ્યું કે અમારી ત્યાંથી ગોવા, નેપાલ, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, કેરાલા, દાર્જિલીંગ ગેંગટોક તથા ફૂલકાળીની, સાઉથઈન્ડીયા લેહ-લડાખ, કાશ્મીર વગેરે ગ્રુપ ડીપાચરમાં ઉપલબ્ધ છે આ વખતે લોકો શિમલા, મનાલી, ડોમેસ્ટીકમાં ડેલહાઉસી, ધર્મશાલા અને અમૃતસરમાં જવાનું પસંદ કરે છે. અને ઈન્ટરનેશનલમાં બાલી, બિસ્કેક, ભુટાન, શ્રીલંકા, માલદિવ, જયોજિયા, સીંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ , થિકુઝ, હોગકોંગ, મકાઉ, યુએસએ, યુરોપ વગેરે ડીપાચર ઉપલબ્ધ છે. આ વખતે ઈન્ટરનેશનલમાં યુરોપની વધુ ઈન્કવાયરીઓ આવેલ છે. અમે મુસાફરોને જ‚રી બધી જ ફેસેલીટી પૂરી પાડીએ છીએ અમારી ટુર્સમાં આવેલ ગ્રાહક બિજી વખત આવે છે અને તેના રેફરન્સથી અન્ય લોકો પણ આવે છે જો કયારેય ટુર્સમાં કોઈ આકિસ્મક બનાવ બને તો અમે તેની પૂરેપૂરી સાર સંભાળ રાખીએ છીએ.
હનિમૂન પેકેજ માટે હિના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ હોટ ફેવરિટ
રાજકોટ, જામનગર, ભાવનગર અને ભુજ સહિતના ૧૭ શહેરોમાં હિના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસો
હિના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ હાલ ૧૭ શાખાઓ સાથે વટવૃક્ષની સમાન ઉભી છે. આ વટવૃક્ષના બીજ ૧૯૮૭માં નખાયા હતા. વર્ષ ૧૯૮૭માં વ્યાપાર સાથે સંકળાયેલા પરિવારમાંથી આવતા સ્વપ્નદ્રષ્ટા જીતેન્દ્ર એન.શાહ અને બ્રાહ્મણ પરિવારમાંથી આવતા પ્રભુલાલ આર.જોશી તથા મનોજ એન.શાહે હિના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બીજ રોપ્યા હતા. જે આજે ૨૫ શાખાઓમાં વિસ્તારી વટવૃક્ષ બની ગયું છે.
મુંબઈના વીલે પારલે ખાતે ૭૫ સ્કવેર ફુટની ઓફિસમાં ટુરીઝમ અને કેટરીંગ ઉધોગની શ‚આત તેમણે કરી હતી. પ્રારંભિક તબકકે તેઓ બેંગલોર, મૈસુર અને ઉંટીના પ્રવાસનું આયોજન કરતા હતા. પ્રારંભીક સફળતાની સાથે જ તેમણે પોતાનું જોર ભારતમાં પ્રવાસન ક્ષેત્રને કવર કરવા લગાવ્યું હતું. તેમની સફળતા અને વિશ્ર્વનિયતાના કારણે તેઓ ટુર, ગ્રુપ ટુર તેમજ ખાસ કરીને હનિમૂન ટુર્સ માટેના પાયોનિયર બની ગયા હતા. કંપની દ્વારા ખાસ હનિમૂન પેકેજમાં રચના કરવામાં આવે છે. રોમેન્ટીક અને અનુકુળ વાતાવરણમાં યોજના હનિમુન ટુર્સ લોકોની ખાસ પસંદગી બન્યા છે.
હાલ હિના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું સંચાલન વીલે પારલે ખાતે ૪૦૦૦થી વધુ સ્કવેર ફુટ ધરાવતી એક ઓફિસમાંથી થાય છે. ત્યાંજ કંપનીની હેડ ઓફીસ છે. ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ, પુના, ચેન્નઈ, ભાવનગર, જામનગર, વડોદરા, હૈદરાબાદ, ઓરંગાબાદ, જોધપુર, સુરેન્દ્રનગર, દાહોદ, ભુજ, કોલ્હાપુર અને નાસિક સહિત કુલ ૧૭ સેલ્સ ઓફિસો કંપની ધરાવે છે. હિના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજસ્થાન, હિમાચલ,કાશ્મીર, ઉતરાંચલ, સિક્કિમ, કેરલા, કર્ણાટકા, તામિલનાડુ, મેઘાલય, આસામ, ભૂતાન, હિમાચલ પ્રદેશ, સિક્કમ સહિતના મહત્વના સ્થળો માટે દર અઠવાડિયે ટુરનું આયોજન થાય છે. ડોમેસ્ટીક હોય કે ઇન્ટરનેશનલ હોય તો પણ રાજસ્થાની મહારાજની રસોઇ હોય તેમજ ૧૦૦ ટકા શુઘ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવે છે. હિના ટુર્સમાં હાલ કુલ ૩૦૦ કર્મચારીઓનો સ્ટાફ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,