હાલમાં જયરે બાળકો નું વેકેશન શરૂ થય ગયું છે. ત્યારે બાળકો અને તેના માતા પિતા અલગ અલગ જગ્યાની મુલાકાત લેવા માટે ઉત્સુક હોય છે.થોડાક સમય માટે કોરોનાના કારણે પર્યટન સ્થળ બંધ હતા પરંતુ હવે ખૂલ્યા છે.આ 35 દિવસના ઉનાળા વેકેશનમાં બાળકો પોતાના માતા પિતા સાથે મિત્રો સાથે સગાસબંધી સાથે ઘણા કાર્યક્રમોનું આયોજન કરે છે.
ગુજરાતમાં પણ ઘણા પર્યટન સ્થળ છે, તેમાં અમદાવાદ. અમદાવાદમાં ઘણા ફરવાલયક સ્થણો છે. અમદાવાદમાં પર્યટન સ્થળ તરીકે ખુબજ જાણીતું કાંકરીયા ઝૂ. આ ગુજરાતનું સૌથી મોટું પ્રાણી ઘર તરીકે પણ જાણીતું છે. કાંકરીયા ઝૂમાં અનેક વિવિધ પ્રકારના પ્રાણિઓ જોવા મળે છે. કાંકરીયા ઝૂમાં એક દિવસ માં ખૂબ મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાતે આવે છે.
હાલ વેકેશન બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે કાંકરીયા ઝૂ દ્વારા એક સ્કીમ બહાર પાડવામાં આવી છે. કાંકરીયા ઝૂની પ્રવેશ ફી માત્ર 20 રૂપિયા રાખવામા આવી છે.આ ફી ના કારણે લોકો વધુ આકર્ષાય અહીની મુલાકાત લેવા માટે.તેથી આવી તક નો અવશ્ય લાભ લેવો જોઈએ.