સૌથી વધુ સુરત, અમદાવાદ, ભૂજ, અને દાહોદ તરફ યાત્રીકોનો ઘસારો વધુ.
રાજકોટ એસ.ટી. ડિવિઝનને વેકેશન ઈફેકટ પડી છે. ડિવિઝનની મોટાભાગની એસ.ટી. બસો વેકેશનના કારણે હાઉસફુલ જઈ રહી છે. ત્યારે રિઝર્વેશન ટીકીટ મેળવવા માટે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.
રાજકોટ એસ.ટી. ડીવીઝનની ૧૩ સ્લીપર કોચ સહિતની એક એક્ષપ્રેસ બસમા ઓનલાઈન બુકીંગ ફૂલ જાવે મળી રહ્યું છે.રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે ઉનાળુ વેકેશનના કારણે રાજકોટ એસ.ટી. ડીવીઝનની તમામ બસો ફૂલ જઈ રહી છે.
અગાઉથી જ મુસાફરો એડવાન્સ બુકીંગ કરાવી રહ્યા છે. સૌથી વધુ સરત, અમદાવાદ, ભૂજ અને દાહોદ તરપ યાત્રીકોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. જો કે જે તે મુસાફરોને લાંબા રૂટની બસની ટીકીટ તેજ દિવસે મળવી હાલ અશકય છે.
વધુમાં તેઓએ જણાવ્યુંં હતુ કે સુરત રાજકોટ, જસદણ, સુરત, કેશોદ વાપી, દ્વારકા, સુરત, ગોંડલ નાસીક, રાજકોટ નવસારી, જૂનાગઢ સુરત, જામનગર, સુરત, દ્વારકા સુરત સહિતની એકસપ્રેસ બસો હાલ હાઉસફૂલ જઈ રહી છે. આ ઉપરાંત અંબાજી, દ્વારકા, રાજકોટ અંબાજીની બસમાં પણ મુસાફરોએ એડવાન્સ બુકીંગ કરાવી લીધું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,