રાજકોટવાસીઓ ૨૦ મે સુધી થીમ્સ એન્ડ ડ્રીમઝ આયોજીત કાર્નિવલનો આનંદ માણી શકાશે
રેસકોર્ષ મેદાનમાં માઈક્રોફાઈન ઘરઘંટી પ્રસ્તુત થીમ્સ એન્ડ ડ્રીમઝ ઈવેન્ટ આયોજીત વેકેશન કાર્નિવલ ૨૦૧૮નો પ્રારંભ થઈ ચૂકયો છે. ૨૦મે સુધી ચાલનારા આ વેકેશન કાર્નિવલને રાજકોટવાસીઓ મન ભરીને માણશે.
આ ફેરનું ઉદઘાટન મ્યુનિ. ફા.બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આપ્રસંગે સુરેન્દ્રસિંહ વાળા, ચંદુભાઈ પરમાર અને માધવભાઈ જસાપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે દર વર્ષ કરતા વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે ફેર યોજવામાં આવ્યો છે. બાળકોથી લઈને મોટેરાઓ પરિવાર સાથે રેસકોર્ષ વેકેશન કાર્નિવલનો લાભ લઈ શકશે દર વર્ષે રંગીલા રાજકોટવાસીઓ માટે વેકેશન કાર્નિવલ કંઈક નવું જ લઈને આવે છે ત્યારે આ વર્ષે પણ લોકોને અનેરી આનંદ મળે તે માટે અવનવી રાઈડસ સાથેની મોજ લોકો માણી શકશે.
આ વર્ષે વેકેશન કાર્નિવલમાં ફકત ૫૦ રૂપીયામાં લોકો ૫ રાઈડસમાંબેસી શકશે તદુપરાંત ફેરમાં બધા જ પ્રકારનાં સેગમેન્ટના સ્ટોલને આવરી લેવાયા છે.જયાં અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ સૌરાષ્ટ્રની નામાંકિત કંપનીઓ પણ ફેરમાં ભાગ લઈ રહી છે.
વેકેશન કાર્નિવલ ફેરની મુલાકાત બપોરે ૪ વાગ્યાથી રાત્રીનાં ૧૧ વાગ્યા સુધી લઈ શકાશે.
આ ફેરમાં એફ.એમ.સી.જી. ગિફટ આર્ટીકલ ઘરગથ્થુની વસ્તુઓ, હેલ્થ, ફીટનેસ તેમજ ફુડ સ્ટોલ અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ફેરમાં જાહેર જનતાને આકર્ષતા સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.તેમજ ડાન્સ સ્પર્ધા યોજાશે.
રાજકોટવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે ફેરને માણી શકે તેવું આયોજન કૃષ્ણસિંહ જાડેજા, હિતેશભાઈ દોશી, યશપાલસિંહ જાડેજા, જીતુભા, સાગર, ઠકકર અને ફિરોજભાઈ દ્વારા કરવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com