- વિદ્યાર્થીઓ વાલીઓ વી.વી.પી. ખાતે એ.સી.પી.સી. હેલ્પ સેન્ટરનો વિનામૂલ્યે લાભ લઈ શકશે
ધોરણ 1ર સાયન્સના પરિણામો જાહેર થયા બાદ એ.બી અને એબી ત્રણેય ગૃપના વિદ્યાર્થીઓ અને વાલીઓને એન્જીનીયરીંગ અને આર્કિટેક્ચર અને ઈન્ટીરિયર ડીઝાઈનના પ્રવેશ માટે મૂંઝવતા પ્રશ્ર્નોના સચોટ અને પારદર્શક જવાબો હેમુ ગઢવી હોલમાં વી.વી.પી. ઈજનેરી કોલેજ દ્વારા આયોજીત પ્રવેશ માર્ગદર્શન અને કારર્કિદી ઘડતરના સેમિનારમાં મળ્યા હતાં. ધો. 1ર સાયન્સના વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સેમીનારમાં હાજર નહી રહી શકેલ વિદ્યાર્થીઓ અને વાલીઓએ અબતક ચેનલના સહયોગથી સુરત ભૂજ સહીત વિવિધ શહેરોમાં લાઈવ પ્રસારણ નિહાળવું.
આ પ્રસંગે વિવિધ શાળાઓના શિક્ષકો પ્રતિનિધીઓ વી.વી.પી.ના ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ ડો. નરેન્દ્રભાઈ દવે જી.ટી.યુ.ના પૂર્વ કુલપતિ ડો. નવિનભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.
માત્ર 60 મિનિટના આ સેમિનારમાં વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ડો. નિરવભાઈ મણીઆરે વિદ્યાર્થીઓની 60 વર્ષ સુધીની કારર્કિદી શ્રેષ્ઠ બને તે માટેના માર્ગદર્શન રૂપ તમામ પાસાઓ આવરી લીધા હતાં. જેમાં ઓનલાઈન પ્રવેશ માટેનું ફોર્મ કઈ રીતે ભરવું કઈ યુનિવર્સિટીની પસંદગી કરવી અને શા માટે કરવી એન્જીનીયરીંગની વિવિધ બ્રાંચોમાં અભ્યાસ અને ખાસ કરીને વિદ્યાર્થીઓને મળી રહેલી સ્કોલરશીપ તલસ્પર્શી રીતે
વર્ણવી હતી. આર્કિટેકચર કોલેજના પ્રો. હકીમુદ્દીન ભારમલે બી. ઈ. આર્કિટેક્ચર અને ઈન્ટીરિયર ડીઝાઈન કોર્ષ વિશે પ્રો. હિતેષભાઈ ચાંગેલા એ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના જીજ્ઞાસારૂપ પૂછેલાં પ્રશ્નોના જવાબ પણ અપાયા હતાં.
ડો. પાટલીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓને સાચી સચોટ અને પારદર્શક માહિતી મળે તે માટે વી.વી.પી.નો પ્રયાસ છે. છતાં હજુ પણ વિદ્યાર્થીઓને કે વાલીઓને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તેઓ ચોક્કસ પણે વી.વી.પી. એન્જીનીયરીંગ અને આર્કિટેકચર કોલેજની રૂબરૂ મુલાકાત લઈ શકે છે અને એ.સી.પી.સી. હેલ્પ સેન્ટર (સાઈબર સ્પેસ સેન્ટર)નો ઉપયોગ વિનામૂલ્યે કરી શકો છો સાથે જ એન્જીનીયરીંગ માટે મો.63પ19 7પ064 આર્કિટેકચર અને ઈન્ટીરીયર ડીઝાઈન માટે 94ર8ર 00698 નંબર પર સંપર્ક કરવો.
સેમિનારના સફળ આયોજન માટે વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. તેજસભાઈ પાટલીયાના માર્ગદર્શન હેઠળ ડો. અલ્પેશ આડેસરા ડો. નિરવભાઈ મણીઆર તથા સમગ્ર કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવેલ.
સેમીનારની સફળતા બદલ વી.વી.પી.ના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ ડો. સંજીવભાઈ ઓઝા શ્રી હર્ષલભાઇ મણીઆર તથા ડો. નરેન્દ્રભાઈ દવે તેમજ આર્કિટેકટ કોલેજના નિયામક કિશોરભાઈ ત્રિવેદીએ શુભેચ્છાઓ પાઠવી છે. વર્ણવી હતી. આર્કિટેકચર કોલેજના પ્રો. હકીમુદ્દીન ભારમલે બી. ઈ. આર્કિટેક્ચર અને ઈન્ટીરિયર ડીઝાઈન કોર્ષ વિશે પ્રો. હિતેષભાઈ ચાંગેલા એ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના જીજ્ઞાસારૂપ પૂછેલાં પ્રશ્નોના જવાબ પણ અપાયા હતાં.
ડો. પાટલીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓને સાચી સચોટ અને પારદર્શક માહિતી મળે તે માટે વી.વી.પી.નો પ્રયાસ છે. છતાં હજુ પણ વિદ્યાર્થીઓને કે વાલીઓને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તેઓ ચોક્કસ પણે વી.વી.પી. એન્જીનીયરીંગ અને આર્કિટેકચર કોલેજની રૂબરૂ મુલાકાત લઈ શકે છે અને એ.સી.પી.સી. હેલ્પ સેન્ટર (સાઈબર સ્પેસ સેન્ટર)નો ઉપયોગ વિનામૂલ્યે કરી શકો છો સાથે જ એન્જીનીયરીંગ માટે મો.63પ19 7પ064 આર્કિટેકચર અને ઈન્ટીરીયર ડીઝાઈન માટે 94ર8ર 00698 નંબર પર સંપર્ક કરવો.
સેમિનારના સફળ આયોજન માટે વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. તેજસભાઈ પાટલીયાના માર્ગદર્શન હેઠળ ડો. અલ્પેશ આડેસરા ડો. નિરવભાઈ મણીઆર તથા સમગ્ર કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવેલ.
સેમીનારની સફળતા બદલ વી.વી.પી.ના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ ડો. સંજીવભાઈ ઓઝા શ્રી હર્ષલભાઇ મણીઆર તથા ડો. નરેન્દ્રભાઈ દવે તેમજ આર્કિટેકટ કોલેજના નિયામક કિશોરભાઈ ત્રિવેદીએ શુભેચ્છાઓ પાઠવી છે.