સમગ્ર ભારત કોરોના સામે લડવા માટે લોકડાઉનનો સહારો લીધો છે. લોકડાઉન દરમિયાન ધંધા, ઉદ્યોગો તેમજ કોર્પોરેટ ઓફીસો પણ બંધ હતી.જેમાં ઘણી કંપનીઓએ આ સમયમાં ‘વર્કફોમ હોમ’નો સહારો લીધો છે.ત્યારે લોકો ઘરેથી કામ કરવા માટે અનેક એપ્લીકેશન વેબસાઈટ તેમજ અલગ અલગ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. તેવી જએક વેબસાઈડ ‘વી-ટ્રાન્સફર’ કે જેમાં યુઝર પોતાનો ડેટા ફાઈલો એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટર પર શેર કરી શકાય છે. તે વેબસાઈટનું ૧૮મેના રોજ ડીપાર્ટમેન્ટ ઓ ટેલીકોમ્પ્યુનિકેશન દ્વારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે આઈએસપી એલને ‘વી.ટ્રાન્સફર’ વેબસાઈડ તાત્કાલીક બ્લોક કરવા માટે સુચના અપાઈ હતી.
મળતી વિગતો પ્રમાણે ૧૮ મેના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા વીટ્રાન્સફર વેબસાઈડને બ્લોક કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી તેનું કારણ જાણવા મળેલ નથી. લોકડાઉન દરમિયાન લાખો લોકો ઘરે બેઠા કામ કરતા હોય છે. ત્યારે વી-ટ્રાન્સફર જેવી વેબસાઈટ કે એપ્લીકેશનનો સહારો લેતા હોય છે. વી-ટ્રાન્સફર એ પણ પોતાના બ્લોક પર જણાવ્યું હતુ કે વી-ટ્રાન્સફર હવે ભારતમાં નહી ચાલે તો આરીતે વી-ટ્રાન્સફર એ ઓફીસીયલ જાહેરાત પણ કરી દીધી છે.
‘વી-ટ્રાન્સફર’ એ એક એવી વેબસાઈટ છે કે જેમાં કોઈ વ્યકિત પોતાનો ડેટા એક જગ્યાએથી બીજી કોઈપણ જગ્યાએ સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. જેમાં પેઈડ યુઝર્સ અને અનપેઈડ યુઝર્સ એમ બે પ્રકારના યુઝર્સ હોય છે. પેઈડ યુઝર્સ એક વખતમાં ૨૦ જીબી ડેટા ટ્રાન્સફર કરી શકે છે. જયારે અનપેઈડ યુઝર એ ૨ જીબી ડેટા ટ્રાન્સફર કરી શકશે વી.ટ્રાન્સફર એ ૨૦૦૯માં નેઘરલેન્ડ ખાતે તૈયાર થયેલી વેબસાઈડ છે.
આ પ્રકારની વેબસાઈડનો ઉપયોગ લાખો લોકો અલગ અલગ જગ્યાએથી ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત આ પ્લેટફોર્મનાં માધ્યમથી પોતાના પર્સનલ ડેટા ટ્રાન્સફર કરતા હોય છે. જે ખૂબ જોખમી સાબીત થઈ શકે છે. વી-ટ્રાન્સફરને ભારતમાં બ્લોક કરવાનું એકકારણ એ પણ હોય શકે છે કે આ પ્રકારની વેબસાઈડોની વિશ્ર્વસનીયતા ઓછી હોય છે. અવાર નવાર હેકીંગના કિસ્સાઓ આપણી સમક્ષ આવતા હોય છે. ત્યારે ટેલીકોમ્યુનીકેશનનું આ પગલુ હવે સાયબર સિકયુરીટી માટે સારી વાત માની શકાય છે.