- કોવિડ-19, એઇડસ, ગુપ્ત રોગોની જાગૃતિ બાબતે નિષ્ણાંતોએ આપ્યું માર્ગદર્શન
- કોમ્યુનીટીના માનવ અધિકારો તથા વેલનેસ બાબતે સૌને જાગૃત કરાયા સાથે તેમને કાનુની સહાય બાબતે પણ કટિબઘ્ધતા દર્શાવી
યુનાઇટેડ વે- વેલનેશ – વી કેર અને LGBTQ પરત્વે કાર્ય કરતી લક્ષ્ય સંસ્થા દ્વારા કોમ્યુનીટી માટે હોમ આઇસોલેશન કિટ વિતરણ કરવામાં આવી હતી. કોવિડ-19 એચ.આઇ.વી. અને ગુપ્ત રોગ જેવા ચેપી રોગોથી સ્વ બચાવ કેમ કરવો તે અંગે નિષ્ણાંતો માર્ગદર્શન આપ્યું હતું. જાણીતા બિઝનેશ વુમન ક્રિષ્ના લીલાબેન પટેલે પોતાના ઉદબોધનમાં સ્વાલંબમ કે આર્થિક રીતે કેમ સક્ષમ બનીએ તે વિષયક માહીતી આપી હતી. તેની કંપનીની વિવિધ કિટ વિનામૂલ્યે વિતરણ કરીને કોમ્યુનીટીને પગભરથવા સહયોગ આપ્યો હતો.
આજના સેમીનારમાં ક્રિષ્ના લીલાબેન પટેલ, એડવોકેટ હિનાબેન દવે, એઇડસ અંગે જાગૃતિના પ્રણેતા અરૂણ દવે, લક્ષ્યના પ્રોજેકટ મેનેજર હુસેન ધોલીયા, કાઉન્સીલર ધર્મેશ ચૌહાણે કોમ્પ્યુનીટી ને માર્ગદર્શન આપ્યું હતું.કોમ્યુનીટી વિવિધ વસ્તુઓ વેચીને આર્થિક ઉપાર્જન કરીને પરિવારને મદદરૂપ થઇ શકે તેવો વી કેરનો હેતુ હોવાથી દરેક લોકોએ તેનો આભાર વ્યકત કર્યો હતો. લક્ષ્ય ટ્રસ્ટ આ કોમ્યુનીટી માટે વિવિધ પ્રોજેકટ ચલાવી રહી છે. જેમાં શિક્ષણ ફી પોઝીટીવ લોકોને કેર એન્ડ સપોર્ટ સાથે રાશન કાર્ડ, આધાર કાર્ડ જેવી વિવિધ સવલતો પુરી પાડે છે. સંસ્થામાં હાલ 1250 થીવધુ લોકો જોડાયા છે તેમ કાઉન્સીલર ધર્મેશ ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. કાર્યક્રમમાં ચેતના પ્રોજેકટના પિયુષભાઇ પદમાણી અને નવજીવન ટ્રસ્ટના રવિ પટેલ હાજર રહ્યા હતા.લક્ષ્ય ટ્રસ્ટના હુશેનભાઇ ધોણીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. તેને ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે કોમ્યુનીટીના લાભાર્થે આ આયોજનમાં તેમની સેલ્ફ કેર બાબતે પણ માર્ગદર્શન આપેલ. આવા સેમીનારથી કોમ્યુનીટીના લોકો ગુણવતાસભર જીવન જીવી શકે છે.
કોમ્યુનીટીને પગભર કરવા વી કેરે સહયોગ આપેલ છે: ક્રિષ્ના લીલાબેન પટેલ
LGBTQ સમુદાય માટે સેલ્ફ કેર માટે માર્ગદર્શન સાથે તેઓ સારુ ગુણવતાસભર જીવન જીવી શકે તે માટે વી કેર દ્વારા હોમ આઇસોલેશન કીટ વિતરણ કરવામાં આવેલ છે.
કોમ્યુનીટી માટે લક્ષ્ય વિવિધ કાર્યક્રમો યોજે છે:હુશેન ધોણીયા પ્રોજેકટ મેનેજર- લક્ષ્ય ટ્રસ્ટ
અમારી સંસ્થા દ્વારા કોમ્યુનીટીને સેલ્ફ કેર સાથે કોવિડ-19, ગુપ્તરોગ અને એઇડસ જેવા ચેપી રોગોમાં કેમ જાગૃતિ રાખવી તે સંદર્ભે કાર્યક્રમો સાથે તેમને આધાર કાર્ડ, રાશન કાર્ડ જેવી વિવિધ ફેસીલીટીમાં પણ સહયોગ અપાયા છે. પોઝીટીવ લોકો માટે રાશન કીટ વિતરણ પણ કરાય છે અને કોમ્યુનીટીના જરુરીયાત મંદ સભ્યોમાં સંતાનોની શિક્ષણ ફી પણ ભરવામાં આવે છે.