રાજકોટનાં લોકો ખુબ જ ખુશ મીજાજ અને પ્રેમાળ, ભારતનું કલાસીકલ સંગીત અન્ય કરતાં ભીન્ન: રૂષતમ
ઉઝબેકિસ્તાનનું હાવાસ મ્યુઝિકલ ગ્રુપ રાજકોટનું મહેમાન બન્યું હતું ત્યારે ગ્રુપનાં તમામ સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને રાજકોટ સહિત સંગીત વિશે અનેકવિધ ચર્ચા કરી હતી. તેઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મ્યુઝિયમનો વૈશ્ર્વિક પ્રચાર-પ્રસાર થાય તે માટે તેઓએ ગાંધીજીનું પ્રિય ગીત વૈષ્ણવજન તેણે રે કહીએ તથા દેશનું રાષ્ટ્રગીત ગાયું હતું અને અનેકવિધ ગીતોનું લાઈવ પર્ફોમન્સ પણ આપ્યું હતું. કાખ્રમોન નામક વ્યકિત વિશે જો વાત કરવામાં આવે તો તે મહાત્મા ગાંધીમાં ખુબ જ વિશ્ર્વાસ ધરાવે છે. વિશેષરૂપથી કાખ્રમોન હિન્દી કે અંગ્રેજી ભાષા ન જાણતા હોવા છતાં તે ભારતની અનેક ભાષાઓમાં ગીતો ગાય છે.
રાજકોટ ખાતે આવેલા અબતક મીડિયા હાઉસની મુલાકાતે ઉઝબેકિસ્તાનનું હાવાસ મ્યુઝિકલ ગ્રુપ આવ્યું હતું જયાં ગ્રુપનાં સભ્યો રૂષતમ, રોબીયા, કાખ્રામોન સહિતનાં સભ્યોએ મુલાકાત લીધી હતી અને ભારત સહિત રાજકોટ વિશેની અનેકવિધ ચીજ-વસ્તુઓ ઉપર તેઓએ પ્રકાશ પણ પાડયો હતો. આ તકે હાવાસ મ્યુઝિકલ ગ્રુપનાં રૂષતમે અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેઓએ રાજકોટમાં શાકાહારી ભોજન આરોગ્યું હતું જેમાં સૌથી વધુ તેઓને ઢોસા ભાવ્યા હતા. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, રાજકોટનાં લોકો ખુબ જ મળતાવડા સ્વભાવનાં છે અને તેઓને જે રીતે આવકારવામાં આવ્યા તે આવકાર હજુ સુધી તેઓએ કોઈપણ જગ્યાએ જોયો નથી.
ગ્રુપનાં સભ્યોએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, સંગીત તેઓનું જીવન છે. સંગીતને એક તરફથી જોવામાં આવે તો કોઈ જ ભાષા નથી તો બીજી તરફ સંગીતની એક એવી ભાષા છે જેને સમજવી ખુબ જ અઘરી અને કઠીન છે. કહી શકાય કે સંગીત માનવનું આત્મા છે જેથી તમે લોકો સંગીતની સાધના નિયમિત કરતા રહીએ છીએ અને આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરીએ છીએ. વધુમાં તેઓએ સંગીતનાં ફાયદા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંગીત હિલીંગનું પણ કામ કરે છે. આ તકે તેનાં ગ્રુપમાં સૌથી નાની વયમાં મ્યુઝીકનો અંગીકાર કરનાર રોબીયા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રોબીયાની ઉંમર માત્ર 11 વર્ષની જ છે તે જયારે 6 વર્ષની હતી ત્યારથી તે સૌથી અઘરું વાજીન્દ્ર જેને કહી શકાય તે વાયોલીનને વગાડવાનું શરૂ કર્યું હતું અને તેનાથી મોટા ભાઈ કે જેની ઉંમર 16 વર્ષની છે તેને પણ વાયોલીન શીખવવામાં મદદ કરી હતી. રોબીયા તેમનાં પરિવાર માટે એક પ્રેરણારૂપ પાત્ર છે.
આ તકે હાવાસ ગ્રુપનાં રૂષતમે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વાયોલીન ખુબ જ કઠીન વાજીન્દ્ર છે જેને હાથમાં કઈ રીતે પકડવું તે જાણવા માટે પણ એક વર્ષ જેટલો સમય લાગી જતો હોય છે. જયારે તેમને ભારતીય ફિલ્મો વિશે પુછવામાં આવ્યું તો તેમને ખુબ જ આનંદપૂર્વક જણાવ્યું હતું કે, તેઓને રાજકપુરનાં પીકચર સૌથી વધુ ગમે છે સાથો સાથ ભારતીય કલાસીકલ સંગીત, વેસ્ટ કલાસીકલ સંગીત અને જેઝ સૌથી વધુ પ્રિય છે. જેઝ તે ઈન્ડિયન રાગ પણ માનવામાં આવે છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમનું ગ્રુપ ફ્રાંસ, દુબઈ, અબુધાબી અને ઈટાલી જેવા દેશોમાં પ્રવાસ કરી ચુકયું છે અને સંગીતને પ્રાધાન્ય આપ્યું છે. તેઓએ અંતમાં જણાવ્યું હતું કે, સંગીત મંદિરોમાંથી ભગવાનને કરવામાં આવતી પૂજા-અર્ચના અને ભાવનાથી જે સ્વર ઉદભવિત થાય તે મ્યુઝીક છે. તેઓએ તેમનું સ્વપ્ન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓએ બોલીવુડનાં મુવીમાં કામ કરવું છે અને હિન્દી ભાષામાં ગીત પણ ગાવું છે. હાલ તેમની યુ-ટયુબ ચેનલમાં આશરે 4 લાખથી વધુ સબસ્ક્રાઈબરો રહેલા છે જેથી તેઓને તેમનાં દેશનું સંગીત વિશે માહિતી મળી શકે.
સ્કુલ માર્કેટિંગ ક્ષેત્રે પાયોનીયર અને સ્કુલના વ્યવસાયની ગરીમાને છાજે તેવા અવનવા કોન્સેપ્ટ બેસ્ડ ક્રિએશન થકી અત્યંત લોકપ્રિય બનેલા અને માર્કેટીંગ ક્ષેત્રમાં માહિર ગણાતા રાજકોટના જીજ્ઞેશ મહેતા પાસે ઈન્ટરનેશનલે ખ્યાતિ પ્રાપ્ત મ્યુઝિકલ ગ્રુપ હાવાસ ગુરુહીને ગાઈડ કરવાના, તેમના પર ડોકયુમેન્ટરી બનાવવાના, તેમની કોન્સર્ટ આયોજન કરવાના તેમજ તેમના હિતને ધ્યાનમાં રાખીને કોઈપણ નિર્ણય લેવાના ગ્લોબલ લેવલનાં રાઈટસ છે. કાખ્રમોનના જણાવ્યા મુજબ જીજ્ઞેશ મહેતા અમારા બેસ્ટ ફ્રેન્ડ અને ગાઈડ છે. તેમની નિપૂણતાથી હું પ્રભાવિત છું. તેઓ સત્યનિષ્ઠ, અનુભવી, સિદ્ધાન્તવાદી, પારદર્શક અને તદન નિખાલસ છે. ઈન્ટરનેશનલ સેલીબ્રીટીનો આવો સરસ મજાનો કાર્યક્રમ રાજકોટ માટે ગૌરવની બાબત બન્યો છે. જીજ્ઞેશ મહેતા પર તેમના મોબાઈલ નં.94095 28500 ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
આ પ્રસંગે તેઓએ રાજકોટની સભ્યતા અને ગુજરાતની સંસ્કૃતિ વિશે પણ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં ભારતની અથવા તો કોઇપણ રાજ્યની જ્યારે સંસ્કૃતિની વાત કરવામાં આવે છે તો તે તમામની સરખામણીમાં ખૂબ જ આગળ છે. ભારતના લોકો ખૂબ જ અસહિષ્ણુ વ્યક્તિત્વ ધરાવે છે ત્યારે આવનારા દિવસોમાં પણ હજુ ભારતના અનેક રાજ્યોમાં મ્યુઝિકલ કાર્યક્રમ કરવા છે જેથી લોકોને સંગીત વિશે માહિતીગાર પણ કરી શકાય લોકો સંગીતને માત્ર એક શોખ તરીકે જ જોવે છે પરંતુ સંગીત એ સાધના છે તે હજુ લોકો સમજી નથી શકતા. વિશ્ર્વભરમાં સંગીતનું પ્રાધાન્ય ખૂબ જ અનેરું છે કારણ કે કુદરત સાથેના મિલાપમાં કોઇ અન્ય નહીં પરંતુ સંગીત એક અનુકૂળ માધ્યમ છે.