પહેલી મેચમાં ભલે ગેઈલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું હોય, પરંતુ ટીમ સાથે તે મસ્તી કરવાની કોઈ તક નથી છોડી રહ્યો. ગેઈલે ટીમના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન અને સીનિયર ખેલાડી યુવરાજ સિંહ પાસેથી આજકાલ હિન્દી શીખી રહ્યો છે.
યુવરાજ સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં યુવરાજ સિંહ, ક્રિસ ગેઈલ અને ઊંડઈંઙના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન ટીમના ડ્રેસિંગ રૂમમાં મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. સ્ટાઈલિશ લેફ્ટ હેન્ડર બેટ્સમેન યુવરાજ સિંહે આ તસવીર પર કેપ્શન આપ્યું છે, જ્યારે યુનિવર્સલ બોસ હિન્દી બોલે છે.ગેલે ઘાના શબ્દો પણ બોલવાના શરૂ કરી દીધા છે.
અહીં મતલબ સ્પષ્ટ છે કે ગેઈલ હવે પંજાબની ટીમ સાથે ક્રિકેટના ક્લાસ લેતા-લેતા હિન્દીના એક્સ્ટ્રા ક્લાસ પણ લઈ રહ્યો છે. આ પહેલા ગેઈલને જ્યારે ઊંડઈંઙ એ ખરીદ્યો હતો, ત્યારે ગેઈલે પંજાબી ડાંસ ભાંગડા કરતા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ગેઈલે જણાવ્યું હતું કે, તે ઈંઙકમાં પોતાની નવી ટીમના અંદાજ સાથે મસ્તી કરવા માટે તૈયાર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,