આવતીકાલે બીજા કવાલીફાયરમાં ગુજરાત સામે મુંબઇ ટકરાશે , જીતનારી ટીમ રવિવારે ચેનઈ સામે ફાઇનલ રમશે
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, તેની શરૂઆત નિરાશાજનક રહી હતી. વિકેટકીપર ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માની ઓપનિંગ જોડી અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શકી ન હતી. કિશન 15 અને રોહિત શર્મા 11 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં કેમેરોન ગ્રીન અને સૂર્યકુમાર યાદવની જોડીએ બાજી સંભાળી હતી. આ બંનેએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને પડકારજનક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
લખનવ સુપર જાયન્ટ્સ સામે 183 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સે ઘાતક બોલિંગ પ્રદર્શન કર્યું હતું જેની સામે લખનવના બેટ્સમેન ઘૂંટણીયે પડી ગયા હતા. ઉત્તરાખંડના આકાશ મધવાલે મુંબઇને ફાઈવસ્ટાર જીત અપાવી હતી. આકાશ માધવાલની ઝંઝાવાતી બોલિંગ સામે લખનવના બેટ્સમેન કંઈ કમાલ કરી શક્યા ન હતા. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર પ્રેરક માંકડ ત્રણ અને કેપ્ટન કૃણાલ પંડ્યા આઠ રન નોંધાવીને આઉટ થઈ ગયા હતા. જ્યારે કાયલે માયર્સ પણ 18 રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
માર્ક્સ સ્ટોઈનિસે એક છેડો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 27 બોલમાં 40 રન નોંધાવીને રન આઉટ થઈ ગયો હતો. તેણે પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમમાં જ્યાં સુધી સ્ટોઈનીસ રમતો હતો ત્યાં સુધી ટીમ જીતી જાય તેમ હતું. પરંતુ જે રીતે આકાશ મધવાલ બોલિંગ કરી આગળ આવ્યો તેને જોઈ લખનવની ટીમ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગઈ હતી. આવતીકાલે બીજા કોલીફાયર મેચમાં ગુજરાત અને મુંબઈની ટીમ ટકરાશે જેમાંથી જે ટીમ જીતશે તે રવિવારના રોજ ચેન્નઈ સામે રમશે.