ઉત્તરભારતમાં આંધી-તોફાનને લઇને હવામાન વિભાગની ચેતવણીની વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા અટકાવી દેવામાં આવી છે. કેદારનાથ ધામમાં સતત થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે એડમિનિસ્ટ્રેશને સાવચેતી ખાતર હાલ યાત્રાને અટકાવવાનો નિર્ણય કર્યો છે. એડમિનિસ્ટ્રેશનના નિર્દેશ મળ્યા બાદ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતસહિત ઘણા કોંગ્રેસ નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે. હવામાનમાં સુધાર થવા પર કેદારનાથ યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.

સોમવારે પૂર્વ સીએમ હરીશ રાવત, કોંગ્રેસ સાંસદ પ્રદીપ ટમટા, સ્થાનિક ધારાસભ્ય મનોજ રાવત અને અન્ય કોંગ્રેસ નેતા 18 કિમી પગપાળા યાત્રા કરીને કેદારનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા.કેદારનાથમાં જ થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે આ તમામ નેતા ધામમાં ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં પણ મંગળવારે સવારે બરફવર્ષા થઇ. તેના કારણે વિસ્તારમાં બરફની 2 ઇંચ મોટી ચાદર પથરાઇ ગઇ.જોકે બદ્રીનાથ ધામની યાત્રા હાલ ચાલુ છે. આ ઉપરાંત હેમકુંડ સાહિબમાં પણ બરફવર્ષા થઇ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.