રાજયમાં એક જ મહિનામાં ૩ ભુકંપના આંચકા: વૈજ્ઞાનિકોએ નવેમ્બરમાં કરી હતી ઉત્તરાખંડમાં ભૂકંપની સંભાવના વિશેની જાહેરાત
ઉત્તરાખંડમાં અવાન નવાર ભૂકંપના આંચકા અનુભવાનતા હોય છે. ત્યારે ગુરુવારે સાંજે ૪.૭ નો આંચકો ઉત્તરાકાશી અને રુદ્રપ્રયાગમાં આવ્યો હતો. જે આ મહીનાનો ત્રીજો ભૂકંપ છે. જો કે કોઇ જાનહાની થઇ નથી. જો કે સાંજે ૪.૪૫ કલાકે રાજયમાં ધ્રુજારી અનુભવાઇ હતી. મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ભૂકંપ ચામોલી વિસ્તારોમાં વધુ સક્રિય રહ્યો હતો ભૂકંપ જમનથી ૩૩ કી.મી. ઉંડો રહ્યો હતો. જેથી જીવન અને મિલ્કતો નષ્ટ થવાની સંભાવનાઓ હતી.
આ પૂર્વ રુદ્રપ્રયાગમાં ૬ ડીસેમ્બરના રોજ ૫.૫ નો ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની ધ્રુજારી હરિયાણા ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સુધી પહોંચી હતી. ત્યારે તેના એક દિવસ પહેલા જ રાજયમાં ૩.૩ મેગ્નીપ્યુડનો આંચકો આવ્યો હતો જો કે ભૂકંપની સંભાવના વિશે લોકોને જાગૃત કરવામાં આવી ચુકયા છે. તો નવેમ્બરમાં વૈજ્ઞાનિકોએ ઉત્તરાખઁડમાં ભૂકંપની સંભાવના વિશે જણાવ્યું હતું કે ત્યારે છેલ્લો સૌથી ભયાનક ભૂકંપ ૬૦૦ વર્ષ પહેલા સર્જાયો હતો તેમણે ઉત્તરાખંડ સરકારને ધ્રુજારી ફ્રેન્ડલી મકાનો બનાવવાની સલાહ આપી હતી.
જેને અનુસરતા રાજયમાં સારી ક્ષમતા વાળા આપતી મુકત મકાનો બનાવવામાં આવ્યા હતા. જો કે ઉત્તરાખંડ સેસ્મીક ઝોનમા આવે છે. જે એક હિમાલય રેન્જ પાસેનો વિસ્તાર છે જયા ઘણી વખત ભુસ્ખલન પણ થતા હોય છે.